Mysamachar.in-મહેસાણા:
સાઈબર ક્રાઈમના કિસ્સાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે જો તકેદારી રાખવામાં ના આવે તો કોઈપણ અજાણી વ્યક્તિ તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે આવી જ વધુ એક ઘટના મહેસાણા જીલ્લામાંથી સામે આવી છે, જ્યાં બેંક એકાઉન્ટ સાથે પાન કાર્ડ અપડેટ કરવાનુ કહી શિક્ષિકાના ખાતામાંથી 4.97 લાખ ઉસેડી લેનાર સામે શિક્ષકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે,
મહેસાણાના આખજ ગામ બનેલ આ ઘટનામાં શિક્ષિકાને વોટસઅપ પર મેસેજ કરી તેમને એક્સેસ બેન્કના ખાતામાં પાનકાર્ડ અપડેટ નથી જેથી ખાતું બંધ કરી દેવાશે ત્યાર બાદ વોટ્સપ પર લિંક મોકલી કરી ઓન લાઇન ઠગાઈ આચરવામાં આવી હોવાનું જાહેર થયું છે.આ ઓનલાઇન ઠગાઈ મામલે લાઘણજ પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. પણ આ રીતે ફોન કે મેસેજ દ્વારા બેંકની વિગતો અપડેટ કરવામાં સતર્કતા દાખવવામાં ના આવે તો આ રીતે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બની શકાય છે.