Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં સચિવાલયમાં રવિવાર મોડી રાત્રે દીપડો ઘુસી ગયો હોવાના અહેવાલ મળતા જ તંત્રમાં દોડધામ મચી જવા પામી છે,દીપડાને પકડી લેવા માટે આજે વહેલી સવારથી વન વિભાગના 100 અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, ગાંધીનગરમાં હાઇ સિક્યોરોટી ઝોન ગણાતા સચિવાલયમાં ગત મોડી રાત્રીના બે વાગ્યા આસપાસ દીપડો ઘુસી ગયો હતો.આ દીપડો નવા સચિવાલયના ગેટ નંબર 7 થી ઘુસ્યો હતો.ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા છે અને દીપડાને પકડી લેવા માટે સમગ્ર વિસ્તાર કોર્ડન કરી તેને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે.જે જગ્યા દીપડો ઘૂસ્યો હોવાની વાત છે ત્યાં લગાવેલ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે તે જોવા ઉપરનો વિડિયો ક્લિક કરો.