mysamachar.in-ગાંધીનગર:
દેવભુમિ દ્વારકા અને જામનગર જીલ્લા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાનો ભય રહેલો છે ત્યારે રાજ્યના કૃષિ વિભાગે પાક વીમાં માટે ક્રોપ કટિંગ પાક અખતરાની કામગીરી શરૂ કરી છે,આ કામગીરી ખેડૂતોની હાજરીમાં જ કરવા રાજ્યના કૃષિમંત્રી આર.સી ફળદુએ તાકીદ કરી છે,
ખાનગી પાક વીમા એજન્સીઓએ વિમાની રકમ ન ચૂકવવી પડે તે માટે અવનવી નીતિ અપનાવતા હોવાની ફરિયાદ ઉઠતા કૃષિમંત્રી આર.સી.ફળદુને આ મામલો ધ્યાને આવતા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને ખેડૂતોની જાણ બહાર પાક અખતરાની કામગીરી બંધ કરવા અને ખેડૂતોની હાજરીમાં જ કરવા સુચના આપવામાં આવેલ છે,
વધુમાં રાજ્યના અમુક સ્થળોએ ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું ન હોય તો પણ ખેડૂતો સાથે સાંઠગાઠ કરીને પાક અખતરા લેવામાં આવતા હોવાનો પણ ખેલ ચાલતો હોવાનું સરકારના ધ્યાનમાં આવેલ છે,.. તેવામાં અમુક હોશિયાર લોકો દ્વારા વિમાનો લાભ મેળવવા માટે ગોઠવણ કરી રહ્યા છે જેની સામે સાચા અને ખરેખર પાક નિષ્ફળ ગયેલ હોય તેવા ખેડૂતોને વીમામાં લાભ મળતો નથી તેની આ વખતે પાક અખતરાની કામગીરીમાં સરકાર દ્વારા ખાસ કાળજી લેવામાં આવી રહી છે,મંત્રી દ્વારા તો સૂચન જારી કરી દેવાયું પણ હવે તેની અમલવારી કેટલી થાય છે તે જોવાનું રહેશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.