mysamachar.in-જામનગર
મારા માટે કોંગ્રેસ,ભાજપ કે અપક્ષ હું ક્યાં પક્ષમાં છુ તે મહત્વનું નથી પણ મારા વિસ્તારના લોકોના કામો થાય તે બાબત જ મહત્વનું છે,આ નિવેદન જામનગર ઉતર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા એ mysamachar.in ની શુભેચ્છા મુલાકાત દરમિયાન આપ્યું છે,
રાજ્યસભાની ચુંટણી સમયે કોંગ્રેસમાથી ભાજપનો કેસરિયો ધારણ કરનાર જામનગર ૭૮ ઉતર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય સતત લોકોની વચ્ચે મળી આવતા લોકસેવક છે,તેવો એ mysamachar.in ને આપેલા ઇન્ટરવ્યુંમા ઘણી બાબતો અંગે ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ સાથે દિલખોલીને વાતો કરી હતી અને mysamachar.in ના મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર સહિતની ટીમ ને પણ જામનગર થી સૌપ્રથમ આધુનિક જમાના મુજબનું ન્યુઝ વેબ પોર્ટલ,અને મોબાઈલ એપ્લીકેશન શરૂ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા,
હકુભા એ પોતાની મુલાકાત દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલ,પોતાની કામગીરી,પક્ષમાં થી કોઈ આશા અપેક્ષા છે કે કેમ,શું ભાજપ એ તેમને કોઈ કમીટમેન્ટ આપ્યું હતું તે તમામ બાબતે તેવો એ જે વાત કરી તે સાંભળવા ઉપર નો વિડીયો ક્લીક કરો.