mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગુજરાતમા ગામેગામ ભલે ચોવીસ કલાક વીજળી આપવામાં આવતી હોવાના દાવાઓ કરવામાં આવે પણ ખુદ ભાજપના જ એક કાર્યક્રમમાં ચોવીસ કલાક વીજળી અપાતી હોવાના દાવાઓ વચ્ચે આબરુના ધજાગરા થઇ જવા પામ્યા હતા,
વાત છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્યમથક ખંભાળિયાના પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપા દ્વારા યોજાયેલા નુતન વર્ષ કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમની કાર્યક્રમમા જેવું મંત્રી વાસણ આહિરના ભાષણની શરૂઆત જ થઇ હતી ત્યા જ વીજળી ગુલ થઇ જતા ભાજપના નેતાઓને ખુબ જ શરમજનક સ્થિતિ મા મુકાઈ ગયા હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું.
લાઈટ આવશે અને હું વિકાસગાથા ની વાતો આગળ વર્ણવીશ એવી આશા સાથે મંત્રી વાસણઆહીર થોડો સમય માઈક સમીપ ઉભા પણ રહ્યા હતા,પણ આ તો ભાઈ ગુજરાત છે એમ વીજળી થોડી આવતી હશે,અને અંતે લાઈટ ના આવતા મંત્રી પોતાનું અધૂરું ભાષણ છોડીને જ બેસી જવાની ફરજ પડી હતી.
શું કહ્યું પીજીવીસીએલ ના અધિક્ષક ઈજનેરએ..
મંત્રીના કાર્યક્રમ દરમ્યાન વીજળી ગુલ થઇ જવા અંગે જયારે પીજીવીસીએલ જામનગરના અધિક્ષક ઈજનેર એ.કે.મહેતા ની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેવો જણાવ્યું હતું કે કાર્યકમ દરમિયાન બે મીનીટ જેટલું ટ્રીપીંગ આવેલ હતું અને બાદમાં ફરીથી લાઈન શરૂ થઇ ગઈ હતી.