mysamachar.in-જામનગર:
ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ન્યુ દિલ્હી સહિતના સંગઠનો દ્વારા છેલ્લા કેટલાય સમયથી પોતાની પડતર માંગણીઓને લઈને કેન્દ્ર અને રાજ્ય સ્તરે વિવિધ રજુઆતો કરવામાં આવી રહી હતી પણ રજુઆતોને લઈને યોગ્ય પ્રતિસાદ સરકાર તરફથી ના મળતા અને માત્ર સામાન્ય છૂટછાટો સરકાર દ્વારા આપવામાં આવતા આજથી ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ ના નેજા હેઠળ જામનગર ગુડ્સ ટ્રાન્સપોર્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અનિશ્ચિત મુદતની હડતાલ નો પ્રારંભ કરતાં જામનગરના ૧૮૦૦૦ જેટલા ટ્રકો અને ૧૫૦ ટ્રાન્સપોર્ટ ના સંચાલકો પણ આ હડતાલમા જોડાયા છે…દેશવ્યાપી હડતાલને પગલે રાજ્ય અને દેશના તમામ ટ્રકોના પૈંડાઓ થંભી જશે..તો જામનગરની ખાનગી બસ સંચાલકો દ્વારા આજે એક દિવસનો ટેકો પણ જાહેર કરવામાં આવ્યો છે..
હડતાલ પર ઉતરી જનાર એસોસિએશનની માંગણી છે કે ડીઝલના ભાવોને જીએસટીમા આવરી લેવામાં આવે,સમગ્ર દેશભરમાંથી ટોલટેક્સને ટ્રક અને બસ માટે નાબુદ કરવામાં આવે,થર્ડ પાર્ટી વીમા પ્રીમિયમ પર જીએસટીની છૂટ આપવામાં આવે,ઇન્કમટેક્સની કમલ ૪૪ એઈમા અનુમાનિત આવક હેઠળટીડીએસ નાબુદ કરવામાં આવે અને ઈવે બીલમાં સુધારો કરવામાં આવે આમ આવી પડતર માંગણીઓને લઈને શરૂ થયેલ હડતાલ જો લાંબો સમય સુધી ચાલુ રહેશે તો શાકભાજી દૂધ સહિતની દૈનિક જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સાથે ભાવ વધારો થવાની શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી….