વડોદરા,રાજકોટ અને હવે જામનગરમા પણ…પાણીના પાઉચ અને પ્લાસ્ટિક પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે…જામનગર મનપાના કમિશ્નર બારડ એ શહેરમા પાણીના પાઉચ સહિતના હલકી ગુણવતાના પ્લાસ્ટિક ના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ ફરમાવ્યો છે..તંત્ર ને ધ્યાને આવ્યું કે દિનપ્રતિદિન શહેરમાં વધી રહેલ જરૂરી માપદંડો સિવાયના પ્લાસ્ટિક ને વપરાશ ને લઈને શહેરીજનો ના આરોગ્ય અને સુખાકારી માં મોટી અસર આવા પ્લાસ્ટિક ને કારણે વર્તાઈ રહી હોવાનું સામે આવી રહ્યું હતું..ઉપરાંત જયારે આવા પ્લાસ્ટિક ખુલ્લી ગટરોમાં જાય છે..તેને કારણે ગટરો છાશવારે ઉભરાઈ જવાને કારણે જે-તે વિસ્તારોમાં ગંદકી નું સામ્રાજ્ય ઉભું થાય છે..જયારે ગટરોની સફાઈ કરવામાં આવે ત્યારે પણ તેમાંથી ૮૦% ઉપરાંત કચરો પ્લાસ્ટિક નો નીકળે છે..જે બાબત ખુબ જ ગંભીર હોવાનું મ્યુ.કમિશ્નર બારડ નું માનવું છે..
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ૨૦૧૬ અંતર્ગત પ્લાસ્ટિક કચરાનું નિયંત્રણ ને આધીન જામનગર શહેર ના જાહેરરસ્તાઓ,રહેણાક વિસ્તારો,વાણીજ્ય એકમો,ખાણીપીણી,ચા કોફી,લારીઓ દુકાનો અને અન્ય એકમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા નિયત સ્ટાન્ડર્ડ મુજબના ના હોય તેવા હલકી ગુણવતાના પાતળા પ્લાસ્ટિક,થેલીઓ અને પાણીના પાઉચ સહીત સહિતનો યોગ્ય નિકાલ ના હોવાથી વરસાદી ગટરોમાં આવા કચરો એકત્રિત થવાને લીધે પાણીનું યોગ્ય રીતે વહન થઇ શકતું નથી…ઉપરાંત શહેરીજનોને પણ પ્લાસ્ટિક ના કારણે નુકશાની થતી હોવા સહિતની બાબતોને લઈને ગઈકાલે મ્યુ.કમિશ્નર આર.બી.બારડ એ જોગવાઈ વિરુદ્ધના પાણીના પાઉચ,પાતળા પ્લાસ્ટિક,પ્લાસ્ટિક કપ,પ્લાસ્ટિક થેલીઓ અને પાનમસાલાના પ્લાસ્ટિક ના પેકિંગ,ઉત્પાદન,સંગ્રહ,વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પ્લાસ્ટિકના પ્રતિબંધ ની કડક અમલવારી થશે..:મ્યુ.કમિશનર:આર.બી.બારડ
mysamachar.in સાથે વાત કરતા મ્યુ.કમિશ્નર બારડે કહ્યું કે જામનગર શહેરમાં પ્લાસ્ટિક ને લઈને બહુ મોટો પ્રશ્ન છે..તેને લઈને પ્રતિબંધ ફરમાવાયો છે..પ્રતિબંધ માત્ર નામનો નહિ રહે તેની કડક અમલવારી આગામી દિવસોમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવશે..આ અંગે અમે પ્લાસ્ટીકના વેપારીઓને પણ જરૂરી સમજણ આપી અને તેનો સહકાર પણ માંગ્યો છે.