mysamachar.in-જામનગર:
ધ્રોલના રાજકોટ હાઇવે પાસે ગોકુલ પાર્ક નજીક ગત તા.૨૯ના રોજ પટેલ વેપારી દુકાન બંધ કરી આખા દિવસના વકરાની રકમ ૧ લાખ જેવી ઘરે લઈને જતાં સમયે મોટરસાઇકલ પર આવેલા ૬ જેટલા શખ્શોએ પટેલ વેપારીની આંખમાં મરચું છાંટીને ૧ લાખની લૂંટ કરીને નાશી છૂટ્યા હતા,
આ બનાવથી ધ્રોલના વેપારી આલમમાં ભારે ફફડાટ ફેલાયો હતો ત્યારે વેપારીના ગામના જ બાવાજી શખ્સ અને તેમના મિત્રોએ ભેગા મળીને લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે,જામનગર એલસીબીએ ધ્રોલની આ લૂંટના બનાવને ભેદ ઉકેલીને ૪ શખ્શોની ધરપકડ કરી છે,
લૂંટના ગુન્હામાં માસ્ટર માઈન્ડ જોડિયા તાલુકાનાં મૂળ કેશિયા ગામનો બાવાજી શખ્શ નિખિલ ગોસાઇ તેના જ કેશિયા ગામના વતની અને ધ્રોલમાં રહીને વેપાર કરતા ગોપાલભાઈ છત્રોલાની તમામ ગતિવિધિથી પરિચિત હોવાથી આખો લૂંટનો પ્લાન ઘડીને પોતાના મિત્ર રાજકોટના રાહુલ ઉર્ફે કાનો મકવાણા,નાગજી ગઢવી,મહાવીરસિંહ વાઘેલા,યશ બકરાણીયા,પરિક્ષિત ઉર્ફે પરેશ ગઢવી વગેરેની
મિત્રોની ગેંગએ સાથે મળીને આ લૂંટ ચલાવી હોવાનું એલસીબીને પૂછપરછમાં કબૂલાત આપી છે,પોલીસે લૂંટમાં ગયેલ ૨૧૦૦૦ રોકડ તથા મોબાઈલ,મોટરસાઇકલ મળીને ૧.૩૭ લાખ મુદ્દામાલ કબ્જે કર્યો છે,
વધુમાં જોડિયા તાલુકાનાં મૂળ કેશિયા ગામનો બાવાજી શખ્શ નિખિલ ગોસાઇ અને તેમના રાજકોટ રહેતા મિત્રોની ટોળકી દિવસ દરમ્યાન જુદા-જુદા વિસ્તારોમાં રેકી કરીને ક્યાં વેપારી પાસે કેટલો માલ છે તેની સંપૂર્ણ વિગતો એકત્ર કરીને આ ટોળકી લૂંટ ચલાવવાનો પ્લાન કરતી હોવાનું સામે આવ્યું છે,
ત્યારે ધ્રોલ સહિત અન્ય વિસ્તારોમાં પણ આ ટોળકીએ કેટલી લૂંટ ચલાવેલ છે તે વિગતો ઓકાવવા માટે આ તમામ ઝડપાયેલા ૪ શખ્શોના રિમાન્ડ પર લેવા માટે તજવીજ હાથ ધરીને નાશી છૂટેલા યશ બકરાણીયા,પરિક્ષિત ઉર્ફે પરેશ ગઢવીને ઝડપી લેવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.