mysamachar.in-જામનગર
જામનગર હમણાં હમણાં પોલીસ શેરબજારના ગેરકાયદે ચાલતા ડબ્બાઓ પર તૂટી પડવાની શરૂઆત કરી હોય તેમ લાગે છે,થોડા દિવસો પૂર્વે શહેરના ખોડિયારકોલોની નજીક ચાલતા આર.આર.ઈન્વેસ્ટમેન્ટ નામના શેરબજારના ડબ્બા પર દરોડો પાડીને અંદાજે ૪૩૦૦૦ નો મુદામાલ કબજે કરી અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી,
એવામાં ગતસાંજે દિગ્વિજયપ્લોટ-૫૯ મા આવેલ સ્તુતિ નામના મકાનમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે શેરડબ્બા ટ્રેડીંગ ચાલી રહ્યું હોવાની બાતમી જામનગર એલસીબી ના ફિરોજભાઈ દલ,લાભુભાઈ ગઢવી,અને ખીમભાઈ ભોચીયા ને માહિતી મળતા સ્ટાફએ સ્થળ પર દરોડો પાડતા સ્થળ પર મોબાઈલ ફોન પર અલગ અલગ કંપનીઓના શેરસોદાઓ કરી લેતીદેતી કરી અને સોદાઓ ચાલી રહ્યાનું સામે આવ્યું હતું,
પોલીસે સ્થળ પરથી રાજીવ ઉમેદલાલ પરમાર અને મયુરસિંહ મનુભા રાઠોડ આ બને શખ્સો ને બે કોમ્પ્યુટર,મોબાઈલ ફોન,ડોંગલ વગેરે મળી કુલ ૧૮૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે,જયારે અન્ય ચાર શખ્સો ના ગ્રાહક તરીકે નામ ખુલતા તેને ફરારી જાહેર કરવામાં આવ્યા છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.