mysamachar.in-જામનગર:દેવભૂમિદ્વારકા
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા રાજ્યવ્યાપી એનડીપીએસની ડ્રાઈવના આદેશો કરવામાં આવ્યા છે,તેને લઈને જામનગર અને દેવભૂમિ દ્વારકા પોલીસ પણ સતર્ક બની છે,એવામાં હાલાર એટલે કે આપણા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લો જાણે નશાના નેટવર્ક મા સપડાઈ ગયો હોય તેમ એક બાદ એક એવા કેસો સામે આવી રહ્યા છે જે નશાનું નેટવર્ક કેટલી હદ સુધી વિસ્તારી ચુક્યું છે તેનો અંદેશો આપે છે,છેલ્લા એક માસમાં જ દ્વારકાજીલ્લાના સલાયામા થી ૧૫ કરોડનું હેરોઈન,બાદ દ્વારકા એસઓજી દ્વારા ગાંજો,જે બાદ જામનગર એસઓજી દ્વારા ગાંજો અને હમણાં જ નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો અને જામનગર એલસીબીએ સાથે મળીને ૫૦ લાખની કિમતનું ચરસ ઝડપી પાડ્યું હતું,
આ બધી જ ઘટનાઓ હજુ તાજી છે ત્યાં જ નશાના બંધાણીઓ ને નશો કરવા માટે કઈક ને કઈક તો જોઈએ છે તેમ એમડીએમ એ પાઉડરનો જથ્થો જામનગર એસઓજી ની ટીમે ઝડપી પાડ્યો છે,જામનગર નજીક આવેલ ખીમલીયા ગામની સીમમાં એક ઝુંપડીમાં ગઈકાલે એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ એચ.બી.ગોહિલ અને તેમની ટીમએ દરોડો પાડી ને મીથામ ફેન્ટામાઈન-એમડીએમએ પાઉડર સાથે સલીમ યાકુબભાઈ લોદી નામના શખ્સ ને ઝડપી પાડ્યો છે,જયારે આ જથ્થો સપ્લાય કરનાર જાકીર ઉર્ફે મુસ્તાક રે.મુંબઈ વાળા ને ફરારી જાહેર કરાયો છે,
પોલીસે ઝડપાયેલ શખ્સ ની પૂછપરછ કરતાં તેના કબજામાં થી પોલીસને ૭૪ ગ્રામ એમડીએમએ પાઉડર નો જથ્થો મળી આવ્યો છે,જેની કીમત ૧,૮૬,૧૦૦ થાય છે,પોલીસે સ્થળ પરથી મોબાઈલ રોકડ સહીત કુલ રૂપિયા ૨,૭૩,૨૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે,
ઝડપાયેલ પાઉડરની એક ગ્રામની કીમત ૨૫૦૦ રૂપિયા…
ઝડપાયેલ એમડીએમએ પાઉડર ની એક ગ્રામ ની કીમત ૨૫૦૦ રૂપિયા છે,આ પાઉડર ને નશો કરવા માટે ઉપયોગમાં લેવાની વિવિધ પદ્ધતિઓ છે પણ પોલીસને પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે તે પ્રમાણે જામનગર શહેર અને જિલ્લામાં આ પાઉડરનો ઉપયોગ મોટાભાગે પાનમસાલા સાથે કરવામાં આવતો હતો,અને અન્ય રીતે નાક વડે સુંઘી ને પણ આ પાઉડર દ્વારા નશો કરવામાં આવતો હોવાની હકીકતો પણ સામે આવી છે.