Mysamachar.in-જામનગર:
તારીખ ૧૪/૧૨/૨૦૧૮,શુક્રવાર અને તારીખ ૧૫/૧૨/૨૦૧૮,શનિવારના રોજ દિલ્હી પબ્લિક સ્કૂલ જામનગરના વિશાળ પટાંગણમાં દ્વિતીય વાર્ષિક દ્વિદિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.નર્સરીથી ધોરણ ૧૦ સુધીના વિદ્યાર્થીઑ દ્વારા ખૂબ ઉત્સાહ સાથે પ્રસ્તુત મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિના “अतिथि देवो भव”ના સંસ્કારને ચરિતાર્થ કરવા પ્રથમ દિવસે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રશસ્તિ પરીક(જિલ્લા વિકાસ અધિકારી),સંદીપ ચોધરી આઈ.પી.એસ. અને શ્રીમતી ચોધરી (પોલીસ ઉપ-અધિકારી) તથા દર્શનકુમાર (સંચાર માધ્યમ અધિકારી) ઉપસ્થિત રહ્યા હતા.
બીજા દિવસે કાર્યક્રમના અતિથિ તરીકે નીતા ડી.વાળા(જિલ્લા રમતગમત અધિકારી) તથા નામ્બિયાર (સામાજિક સેવિકા) ઉપસ્થિત રહ્યા હતા,આ પ્રસંગે શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધિકારી મહુઆ ચૌધરી,માધ્યમિક વિભાગના અધિકારી અંગના સરકાર, પ્રાથમિક વિભાગના અધિકારી રુમા મજમુદાર,આરંભિક-પ્રાથમિક વિભાગના અધિકારી સુરુચિ મહેશ્વરી તેમજ શાળાના અન્ય સભ્યોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ શિક્ષકોએ શાળાના ક્રીડાંગણમાં ઉપસ્થિત રહીને બાળકોને ઉત્સાહિત કર્યા હતા.
આ અતિભવ્ય દ્વિદિવસીય રમત્સોસવમાં શાળાના ચારેય વિભાગના મુખ્ય વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વ દ્વારા યુનિકોર્ન,ફિનિક્સ,ગ્રીફિન અને સ્ફિન્સ દ્વ્રારા શિસ્તબદ્ધ પરેડ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓએ પોતાની અપ્રતિમ કળા દ્વારા સ્વાગતગીત,શાસ્ત્રીયનૃત્ય,યોગાભ્યાસ,૧૦૦ મીટર દોડ,૪૦૦ મીટર દોડ,હોકી દોડ,રીબીન ડ્રીલ, પોમ-પોમ ડ્રીલ, છત્રી-ટોપી ડ્રીલ, લાકડી-દાવ,જિંગ જેંગ બાધા, સર્ચ ધ બિન બેગ,બાલૂન બિસ્ટ્રમ રેસ, સુરંગ રેસ, હંપ્ટી-ડંપ્ટી, બિલ્ડ ધ વોલ,યોગા- ડ્રીલ,ટેબલ ડ્રીલ,વગેરે કૃતીઓ અને રમતો રજૂ કર્યા હતા.
વિજેતા બનેલ વિદ્યાર્થીઓને પારિતોષિક,ચંદ્રક તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના અંતમાં યુનિકોર્ન વિભાગને પ્રથમ વિજેતા તરીકેની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.દ્વિતીય વિજેતાને ગ્રીફિન વિભાગની પસંદગી કરવામાં આવી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.