Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આગામી ૨૩ એપ્રિલના રોજ ગુજરાત સહીત જામનગર લોકસભા બેઠક માટે મતદાન યોજાવવાનું છે,ત્યારે ચુંટણી ને લગત કામગીરીઓ સમયસર પૂર્ણ થાય અને કોઈ ખામી ના રહી જાય તે માટે વિવિધ તાલીમો પણ સમયાંતરે જીલ્લાકક્ષાએ કર્મચારીઓ માટે ગોઠવવામાં આવતી હોય છે,ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકા ખાતે ગત ૩૦ અને ૩૧ માર્ચે યોજાયેલા તાલીમ કાર્યક્રમમા ગેરહાજર રહેનાર ૮૪ કર્મચારીઓને ૭ દિવસમાં લેખિત ખુલાસો કરવા પ્રાંત અધિકારી દ્વારકાએ શોકોઝ નોટીસો આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે,
જે કર્મચારીઓને નોટીસો આપવામાં આવી છે તેમાં ૨૦ જેટલા પ્રીસાઈડીંગ,૧૯ જેટલા મતદાન અધિકારી,૪૫ જેટલા મહિલા મતદાન અધિકારીનો સમાવેશ થાય છે,બે દિવસની તાલીમ દરમિયાન ગુલ્લી મારી જનાર આ તમામ કર્મચારીઓ એ હવે સાત દિવસમાં ગેરહાજરી અંગેનો ખુલાસો આપવો પડશે તેવું જાણવા મળી રહ્યું છે.