Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર સંસદીય ક્ષેત્ર્ હેઠલ આવતા દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાનીડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે,આ પાણી છોડવામાં આવતા કલ્યાણપુર તાલુકાના ત્રણ ગામોના ખેડૂતોને લાભ મળશે, સાની ડેમના કમાન્ડ એરિયામાં આવતા ડાબી સાઈડની કેનાલના વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતા ખેડૂતોએ એક પાણ માટે સિંચાઇ વિભાગ સમક્ષ જરૂરી ફોર્મ રજુ કરી પાણી છોડવાની માંગ કરી હતી, આ માંગણી અંગે લગત વિસ્તારના પદાધિકારીઓ આગેવાનો અને ખેડૂતોએ સાંસદ પુનમબેન માડમ સમક્ષ પણ રજૂઆત કરી હતી,
આ રજુઆતને ગંભીરતાથી લઈને સાંસદ પુનમબેન માડમે સિંચાઇ વિભાગના સબંધિત અધિકારીઓને ખરીફ પાક માટે એક પાણ માટે પાણી છોડવા સુચના આપતા સિંચાઇ વિભાગ દ્વારા ૨૩ ઓક્ટોબરથી સાની ડેમની ડાબી સાઈડની માઈનોર કેનાલમાં ૧૫ એમસીએફટી પાણી છોડવામાં આવી રહ્યું છે, આ પાણી છોડવામાં આવતા આશિયાવદર, ડાંગરવડ અને રાણપરડા ગામના ખેડૂતોને ખરીફપાક માટે ફાયદો થશે જે ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.