Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
તમારા ઘરે અથવા શેરીમાં અજાણી મહિલાઓ જુદાજુદા બહાને પૈસા માંગવા આવે તો ચેતી જવાની જરૂર છે ,તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં લોકો પાસે જુદાજુદા બહાને રૂપિયા પડાવતી મહિલાઓ ફરી રહી છે તેવી જાગૃત નાગરિકએ પોલીસને જાણ કરાતા શંકાસ્પદ હાલતમાં ફરતી ૩૦ થી ૩૫ મહિલાની ટોળકીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે,
આ બનાવની વાત જાણે એમ છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે કોઈ સંસ્થાના નામે પૈસા ઉઘરાવતી ૩૦ થી ૩૫ મહિલાઓ શેરી-ગલીમાં ફરી રહી હતી આ મહિલાઑની શંકાસ્પદ હિલચાલ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ચાર્જ પીઆઇ અરવિંદસિંહ જાડેજા દ્વારા કાર્યવાહી હાથ ધરીને આ મહિલાઑની તાત્કાલિક અટકાયત કરી હતી, પોલીસની પ્રાથમિક તપાસમાં આ મહિલાઓ અમદાવાદના ઓઢવ, સરદારનગર અને ગુનેગારો માટે જાણીતા એવા છારાનગર વિસ્તારની હોવાનું ખુલ્યું છે,
ખાસ કરીને બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પાસે આ મહિલાઓ જોવા મળતી હોય છે અને લોકોની નજર ચૂકવીને તફડંચી કરવાના આશયથી કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા ખંભાળિયા પોલીસે આ તમામ ૩૦ થી ૩૫ મહિલાઓને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.