Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
ગત વર્ષે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં આચરવામાં આવેલ ગેરરીતિ બાદ ભારે હોબાળો મચ્યો હતો. ત્યારે આ વખતે પણ સરકાર દ્વારા મગફળી ખરીદીમાં પૂરતી કાળજી રાખવા છતાં ક્યાકને ક્યાક વિવાદ થતાં રહે છે, તેવામાં જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે તાજેતરમાં જ ટેકાના ભાવે ખરીદવામાં આવતી મગફળીમાં એક અધિકારી દ્વારા ખેડૂત પાસે પૈસા માંગ્યા હોવાનો કથિત આક્ષેપોવાળો વિડિયો વાયરલ થયો હતો,
જ્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા માર્કેટિંગ યાર્ડમાં નાફેડ દ્વારા અપાયેલા ખાનગી સિક્યુરીટીના કરાર આધારિત કર્મચારી સહિત બે શખ્સો ખેડૂત પાસેથી લાંચ લેતા રંગે હાથે ACBએ ઝડપી લેતા ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા માર્કેટિંગ યાર્ડ ખાતે ફરિયાદીને પોતાની ટેકાના ભાવે મગફળી વેચવા ગયા હતા, ત્યાં તેઓની મગફળીનું સેમ્પલીંગ કરવાનું હતું,ત્યાં હાજર નાફેડ દ્વારા અપાયેલ કોન્ટ્રાકટર કેએમ સિક્યુરીટીનો કરાર આધારીત કર્મચારી મૂળ રાજસ્થાનનો અને ભાટીયા રહેતો રૈવતલાલ રાહુલ ચંપાલાલ રાણાના વચેટીયા એવા રાજસ્થાનના જ સાંગારામ બાબુલાલએ ફરિયાદીને જણાવેલ કે જો તમારે તમારી મગફળીનું સેમ્પલ પાસ કરાવવું હોય તો રૂ.૩૦૦૦ લાંચ આપવી પડશે. જો લાંચ નહી આપો તો તમારૂ સેમ્પલ રદ કરી દઈશુ.
જેથી ફરિયાદી આ ગેરકાયદેસર લાંચ આપવા માંગતા ન હોય ૧૦૬૪ પર ફરિયાદ કરતા ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું જેમાં રૈવતલાલ રાહુલ ચંપાલાલ રાણાએ લાંચની માગણી કરી તેના વતી સાંગારામ બાબુલાલ રૂ.૩૦૦૦ હજારની લાંચની રકમ માંગીને આ રકમ સ્વીકારતા રંગે હાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ACBના અધિકારી વી.એમ.ટાંકની ટીમે ટ્રેપમાં ઝડપી લેતા દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.