Mysamachar.in-છોટાઉદેપુર:
રાજ્યમાં આજે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના છુછાપુરા ગામ નજીક આ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, મોડી રાત્રે લગભગ 2.30 વાગ્યા આસપાસ એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં.છોટાઉદેપુરના છુછાપુરા પાસે સર્જાયેલા અકસ્માતમાં કારના બોનેટના ભાગે ભારે નુકસાન થયું હતું. આગળનો ભાગ કચડાઈ ગયો હતો, જેથી કારમાં સવાર મૃતકોના મૃતદેહો કાઢવા માટે દરવાજા તોડવાની ફરજ પડી હતી. દરવાજા તોડીને સ્થાનિકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતા, સાથે જ રાહત કામગીરી માટે તથા કારને દૂર ખસેડવા માટે જેસીબી મશીનની મદદ લેવી પડી હતી.મધ્યપ્રદેશ પાસિંગની (એમપી 10 સીએ 6938) હ્યુન્ડાઈ કંપનીની સફેદ કલરની ક્રેટા કારનો મધરાતે એક્સિડન્ટ સર્જાયો હતો, જેમાં મૃતકોમાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના આ તમામ મૃતકો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે ઘટનાસ્થળે વધુ તપાસ હાથ ધરી છે.

























































