Mysamachar.in-ગુજરાત:
રાજ્યમાં આ વખતે ભારે વરસાદ અને ઠંડી બાદ આગ દઝાડતી ગરમીનો અહેસાસ હજુ તો ઉનાળાનો પ્રારંભ જ થયો છે ત્યાં જ રાજ્યના લોકો કરી રહ્યા છે, હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં હિટવેવ આગામી 3 દિવસ રહેશે તેવી આગાહી કરી છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીનો પ્રકોપ જણાઈ રહ્યો છે. હવામાન વિભાગ જણાવે છે કે, અમદાવાદ શહેરમાં યલ્લો અલર્ટ અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં હિટવેવ આગામી 3 દિવસ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હિટવેવ રહેશે. કચ્છમાં આગામી 24 કલાક સિવિયર હીટવેવ રેહવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે,
જો ગરમી અને હિટવેવથી બચવું હોય તો બિનજરૂરી બપોરના 11થી 12 અને સાંજે 4થી 5 દરમિયાન લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ.ખાસ તો સિનિયર સિટીઝન્સ, સગર્ભા મહિલાઓ અને કો મોરબીટ કન્ડિશન વળી વ્યક્તિઓએ બહાર ન નીકળવું જોઈએ. આ ઉપરાંત ગરમીના કારણે શરીરમાંથી પાણીનો વ્યય પરસેવા રૂપે થતો હોય છે જેથી પાણી વધારે પીવું જોઈએ. મહત્વનુ છે કે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં આગ ઝરતી ગરમી જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં તાપમાનનો પારો કયા જઈને અટકશે તે જોવાનું છે.
-કયો કલર ક્યુ એલર્ટ સૂચવે છે.?
વધતા ટેમ્પરેચરને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ચાર પ્રકારના કલર કોડ આપવામાં આવતા હોય છે. જેમાં ગ્રીન, યલો, ઓરેન્જ અને રેડ કલર કોડ હોય છે. ગ્રીન હોય ત્યારે સાનુકૂળ વાતાવરણ હોય છે. યલો એલર્ટમાં ટેમ્પરેચર જાય એટલે સાવચેત રહેવાનું સૂચવે છે. 41 ડિગ્રીને પાર તાપમાન જાય તો ઓરેન્જ એલર્ટ અને 45-46 ડિગ્રી ટેમ્પરેચર પહોંચે તો રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે.