Mysamachar.in-છોટાઉદેપુર
તાજેતરમાં જ ગીરસોમનાથ જીલ્લામાં લાખો રૂપિયામાં આંધળી ચાંકલ સાથે કેટલાક શખ્સોને વનવિભાગ સહિતની ટીમે ઝડપી પાડ્યા બાદ છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના શેરપુરા-ખંડુપુરા વચ્ચેથી લુપ્ત થતા વન્ય જીવ શેડો જેને કાંટા ઉંદર પણ કેહવામાં આવે છે, તે 14.50 લાખ રૂપિયામાં વેચવા ફરતી ટોળકી ઝડપાઇ હતી. તાંત્રિક વિધિ માટે કાંટા ઉંદરનો ઉપયોગ થતો હોવાથી ઉંચી કિંમતે ગેરકાયદે વેચાણ થાય છે.? આ પ્રકરણમાં અન્ય કોઈ બીજા આરોપી સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ જારી રખાઈ છે.
અરવિંદ તડવી નામનો વ્યક્તિ કાંટા ઉંદર વેચવા માટે ગ્રાહકને શોધતા હોવાની જાણ થતાં ગુજરાત વન્ય પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા છટકું ગોઠવાયું હતું. બી.આર.વાઘેલા નાયબ વનસરંક્ષક વન્ય જીવ વિભાગની ટીમે સંખેડાના શેરપુરા-ખંડુપુરા વચ્ચે રૂા.14.50 લાખ શેડો(કાંટાળો ઉંદર) વેચતી ટીમને ઝડપી હતી.શેરપુરા-ખંડુપુરા વચ્ચે અરવિંદ તડવીના ઘરે કાંટા ઉંદર હતો, જ્યારે વેચવા માટે આવ્યો ત્યારે તેની સાથે ધારિયું પણ લાવ્યો હતો. ડમી ગ્રાહકોએ તેમને પકડવાની કાર્યવાહી કરતાં તેને ઝડપી પાડવમાં આવ્યો હતો.