Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દ્વારકા પાસે શિવરાજપુર ગામના દરિયા કિનારો એટલે અદભૂત સૌંદર્ય સાથે પ્રવાસીઓને મોટી સંખ્યામાં ખેંચી લાવતો આ દરિયા કિનારે શિવરાજપુર ખાતે હાલમાં વન પર્યાવરણ અને કલાઈમેન્ટ ચેન્જ મંત્રાલય ભારત સરકાર દ્વારા વર્લ્ડ બેન્ક દ્વારા પ્રયોજિત ઇન્ટીગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેકટ અન્વયે બ્લુ ફ્લેગ બીચ બનાવવાનું નક્કી થયેલ છે, અને હાલ તેની કામગીરી ચાલુ છે જેની કામગીરી બ્લુ ફ્લેગ બીચ મેનેજમેન્ટ કમિટી ગુજરાત ઇકોલોજી કમિશન હસ્તક કામગીરી ચાલુ છે,
બ્લુ ફ્લેગ બીચ જ્યાં પણ બનાવવામાં આવે છે ત્યાં મુખ્ય ઉદ્દેશ્ય નહીં નફો નહીં નુકસાનના ધોરણે પર્યાવરણ બચાવવા અને ટુરિસ્ટોને સુવિધા પૂરી પાડવાનો હોય છે, જેના ૩૩ માપદંડ અનુસાર કામગીરી કરવાની થતી હોય છે, પરંતુ અહીંના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદેસર માટીનું ખનન કરવી તે માટી બીચમાં લઈ જવાતી હોવાનો આક્ષેપ સ્થાનિકો લગાવી રહ્યા છે, તો સાથે સ્થાનિકોને પરેશાન કરવામાં આવતા હોય સાથે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતા હોવાનો આક્ષેપ પણ સ્થાનિકો દ્વારા કરાઈ રહ્યો છે,
તેમજ સ્થાનિક લોકોને રોજગારીની તકો છીનવી લીધાનો પણ આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે, શિવરાજપુર બીચ મામલે સ્થાનિકોએ આજે દ્વારકા પ્રાંત કચેરી ખાતે આવેદન આપવા પહોંચ્યા હતા શિવરાજપુર દરિયા કિનારે બ્લુ ફ્લેગ બીચ પ્રોજેકટનું કામ gec દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે Gec ના અધિકારીઓ દ્વારા દાદાગીરી કરાતી હોય સમગ્ર મામલે ગ્રામજનોએ વિરોધ નોંધાવી જો પ્રશ્નનો નિકાલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની પણ ચીમકી સ્થાનિકો દ્વારા ઉચ્ચરાવમાં આવી છે.