દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં ટીંબડી ખાતે ગઈકાલે 10મી ઓગસ્ટે વિશ્વ સિંહ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતાં. CMનો કાફલો પ્રથમ જામનગર એરપોર્ટ ખાતે આવ્યા બાદ, જામનગરથી તેઓ ઉજવણીના સ્થળે પહોંચ્યા હતાં.
ટીંબડી ખાતે મુખ્યમંત્રીએ રૂ. 180 કરોડના વિવિધ કામો અને પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા. આ તકે તેમણે જાહેરાત કરી કે, સિંહોના નિવાસસ્થાન એવા બરડા ડુંગર ખાતે રૂ. 75 કરોડના ખર્ચે સફારી પાર્ક બનાવવામાં આવશે અને પ્રવાસીઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ સફારી પાર્ક આશરે 248 હેક્ટર જમીન પર ડેવલપ કરવામાં આવશે.
વિશ્વ સિંહ દિવસના આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, વન અને પર્યાવરણ પ્રધાન મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય હેમંત ખવા સહિતના સ્થાનિક અગ્રણીઓ અને સિંહપ્રેમીઓ હાજર રહ્યા હતાં.