mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જિલ્લામાં દારૂ અને જુગારનું ચલણ વધી રહ્યું હોય તેમ છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યું છે,એવામાં દ્વારકાના ભથાણચોકમાં મોબાઈલ ફોન પર ક્રિકેટના સટ્ટાની માહિતી આર.આર.સેલ રાજકોટની ટીમને મળતા ટીમે સપાટો બોલાવી દઈને બે શખ્સોને ઝડપી પાડ્યા છે,અન્ય ચાર ને ફરાર દર્શાવાયા છે,
મળતી માહિતી મુજબ દ્વારકાના ભથાણચોકમાં ભાવીક રમણભાઈ સીમરીયા નામનો શખ્સ મોબાઈલ ફોન આધારીત ગ્રાહકોનો સંપર્ક કરી ઉતરાખંડના દહેરાદુનમા રમાતી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટમા અફઘાનીસ્તાન અને આયર્લેન્ડ ટીમોના લાઈવ સ્કોર ઉપરથી ક્રિકેટ મેચમાં હારજીતના બેટિંગ સટ્ટાના સોદાઓ કરી હારજીત કરતો હોવાની માહિતી આર.આર.સેલ રાજકોટની ટીમના ડી.ડી.પટેલ,સજુભા જાડેજા અને કુલદીપસિંહ જાડેજા ને મળતા તેવોએ રેઇડ કરી બે શખ્સો ભાવિક સીમરીયા અને કિશન પાઉં ને ૩ મોબાઈલ,રોકડ રકમ મળી કુલ રૂપિયા ૩૪ ૫૦૦ ના મુદામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે,
આર.આર.સેલની ટીમને જો ભથાણચોકમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા આ સટ્ટાની માહિતી મળતી હોય તો દ્વારકાની સ્થાનિક પોલીસ ત્યાં સુધી શું કરી રહી હતી તે સવાલ પણ દ્વારકામાં ચર્ચાનો વિષય બન્યો છે.