Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા;
જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની કુલ સાત બેઠકો સહિત સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો પર અત્યારે મતદાન ચાલી રહ્યું છે. આજે સવારે આઠ વાગ્યે મતદાનનો પ્રારંભ થયાં પછી પ્રથમ ત્રણ કલાકમાં હાલાર એટલે કે બન્ને જીલ્લાની કુલ 7 વિધાનસભા બેઠકો પર ક્યાં, કેટલું મતદાન થયું ? તેનાં આંકડાઓ આ પ્રમાણે છે. જામનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સવારે અગિયાર વાગ્યા સુધીનાં જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પરનાં મતદાનનાં આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ મતદાન જામજોધપુર બેઠક પર અને સૌથી ઓછું મતદાન જામનગર શહેરની દક્ષિણ વિધાનસભા બેઠક પર નોંધાયું છે.
સમગ્ર જામનગર જિલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો પર સરેરાશ મતદાન 17.82 ટકા થયું છે. જે પૈકી જામજોધપુર વિધાનસભા મતવિસ્તારમાં અગિયાર વાગ્યા સુધીમાં સૌથી વધુ 21.56 ટકા અને જામનગર દક્ષિણમાં સૌથી ઓછું 14.84 ટકા મતદાન થયું હતું. કાલાવડ બેઠક પર 20.32 ટકા, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 16.58 ટકા અને જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર અગિયાર વાગ્યા સુધીમાં 16.18 ટકા મતદાન નોંધાયું હતું.તો દેવભૂમિ દ્વારકા જીલ્લાના જામખંભાલીયામાં 20.04 %જયારે દ્વારકામાં 19.65 %મતદાન નોંધાયુ છે.