Mysamachar.in-છોટાઉદ્દેપુરઃ
છોટાઉદેપુરના બોડેલી તાલુકાનું એક ગામ હાલ ભારે ચર્ચામાં છે. બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતો એક શિક્ષકે જ એવી હરકત કરી છે તે હાલ ચર્ચાનું કારણ બન્યો છે. વાત એવી છે કે બોડેલીના અલીપુરા ગામમાં પ્રાથમિક શાળામાં જ શિક્ષક એક યુવતી સાથે રંગરેલિયા મનાવતો પકડાયો, ખુદ ગામલોકોએ શિક્ષકને મધ્યરાત્રીએ યુવતી સાથે સ્કૂલમાં હળવાશની પળો માણતા ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક શાળામાં બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તે માટે અલીપુરા પ્રાથમિક શાળાના વર્ગખંડની દિવાલો પર "વાણીમાં વિનય રાખો", "માતાની મમતા અને પિતાનો પ્યાર આપો એ જ શિક્ષણ", "ધ્યેય વિનાના જીવનનો કશો અર્થ નથી" જેવા સુવિચારો લખ્યા હતા. પરંતુ આ જ વર્ગખંડમાં અડધી રાતે એક શિક્ષક કુકર્મ કરતાં ઝડપાયો છે.
ગામલોકોને માહિતી મળી કે પ્રાથમિક શાળામાં શિક્ષક કોઇ યુવતીને લઇને આવ્યો છે. અડધી રાતે કોઇ યુવતીને શાળાએ કેમ લઇ આવ્યો એ કુતુહલતા સાથે ગામલોકોએ સ્કૂલમાં દરોડા પાડ્યા, અંદર જતાં જ શિક્ષક યુવતી સાથે હળવાશની પળો માણતા રંગેહાથ ઝડપાઇ ગયો. ગામલોકોના હલ્લાબોલ બાદ ગભરાયેલા શિક્ષકે કહ્યું કે 'હું પ્રથમ વખત જ અહીં આવ્યો છું, મે જે કર્યું છે તે યોગ્ય નથી' શિક્ષકે જણાવ્યું હતું કે, અમે પ્રથમવાર જ સ્કૂલમાં રોકાયા હતા. થાકી ગયા હોવાથી સ્કૂલમાં રોકાઈ ગયા હતા. યુવતી અંગે પૂછવામાં આવતા શિક્ષકે જણાવ્યું હતું કે, તે મારી પત્ની છે. જ્યારે યુવતીએ પણ શિક્ષકની પત્ની હોવાનો દાવો કર્યો હતો. જો કે સમગ્ર મામલે પોલીસ દોડી આવી અને શિક્ષક અને મહિલાને પોલીસ સ્ટેશન લઇ જઇ વધુ તપાસ હાથ ધરી છે.