Mysamachar.in-અમરેલીઃ
કહેવાય છે કે રાજકારણીઓ પાસે મબલખ પૈસા હોય છે, પરંતુ અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને કોંગ્રેસ નેતા કેસૂર ભેડાએ આર્થિક સંકડામણથી કંટાળી આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો છે. આજે સવારે સાતથી આઠ વાગ્યાની આસપાસ લીલીયાના સલડી નજીક ત્રિલોક ફૂડ પ્રોસેસ ફેકટરીમાં કેસૂર ભેડાએ આપઘાત કરી લીધો હતો. આપઘાત સ્થળેથી સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં આર્થિક સંકડામણથી આપઘાત કર્યાનો ઉલ્લેખ છે. કેસૂર ભેડા હાલ અમરેલી જિલ્લા પંચાયતના ચાલુ સદસ્ય હતાં. સદસ્યનાં આપઘાતને કારણે કૉંગ્રેસમાં શોકનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે કે લીલીયા પંથકમા આહીર અગ્રણી અને કોંગ્રેસના મોટાગજાના નેતા તરીકે કેસૂર ભેડાનું નામ લેવાતું હતું.લીલીયા પંથકમાં કેસુર ભેડાના આપઘાતથી શોકનો માહોલ સર્જાયો છે. કેસૂર ભેડાએ સવારે 7 થી 8 વચ્ચે આપઘાત કર્યો હોવાનુ પ્રાથમિક તારણમાં કહેવામાં આવી રહ્યું છે.