mysamachar.in-દેવભૂમિ દ્વારકા
જીલ્લાના ભાણવડ તાલુકાના ચોખંડા ગામે વાડીવિસ્તારમાં જુગારની ક્લબ ચાલતી હોવાની માહિતી પરથી પોલીસે રેઇડ કરીને પાંચ જુગારીઓને રોકડ,મોબાઈલ,વાહન મળી લાખોની મતા સાથે ઝડપી પાડ્યા છે,
ભાણવડના ચોખંડા ગામે રમેશભાઈ જેશાભાઈ ભાટુ નામનો વ્યક્તિ પોતાના કબજાવાળા ખેતરમાં આવેલ ઓરડીમાં અંગત ફાયદાસારું નાલ ઉઘરાવી ને જુગાર રમાડી રહ્યાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર નો અખાડો ચલાવનાર રમેશ ભાટુ,હરિભાઈ રવજીભાઈ વિરાણી,હુસેન અલીભાઈ રાઉમા,મનસુખલાલ પરસોતમભાઈ ફળદુ,અને નુરમામદ ઓસમાણભાઈ સમા મળી કુલ પાંચેય ઇસમો ગંજીપતાના પાનાં વડે જુગાર રમતા ઝડપાઈ ચુક્યા હતા,
પોલીસે આ જુગારના અખાડા પરથી રેઇડ દરમિયાન ૩૨૪૯૦ ની રોકડ,૫ મોબાઈલ,૨ મોટરસાયકલ,૧ કાર મળીને કુલ રૂપિયા ૧૫૪૯૯૦ નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.