Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
તીર્થક્ષેત્ર દ્વારકામાં બે પ્રકારના દબાણ મહત્વના છે એક તો કોઇની સામે ઇરાદા પુર્વક પગલા લેવા તેમજ માનીતાઓ પર પગલા ન પણ લેવાના અને રોડ ઉપરના દબાણ ,આ બંને "કલંક" છે, દ્વારકાનગરી નગર રચના મુજબનુ નગર રહ્યુ જ નથી કેમ કે રોડ ઉપર પથારા રેકડી ઢોરના દબાણ અને ઓટલા,પગથીયાથી માંડી રોડ માર્જીન છોડ્યા વગરના તો અમુક તો બહુમાળીઓ જે રોડની ગોલાઇ છોડ્યા વગરના અનેક બાંધકામોના દબાણ ઠેર-ઠેર જોવા મળે છે, નગરપાલીકા નુ જાણે અસ્તિત્વ જ ન હોય તેમ રહેણાંક અને કોમર્શિયલ પ્રકારના બાંધકામમાંથી અમુક બાધકામના અને રિનોવેશનના નામે વધારાના બાધકામના અમુક કિસ્સા જોવા મળે છે, આમ દ્વારકા દબાણમા મોખરે છે, જ્યા હજારો યાત્રીકો પ્રવાસીઓ આવે છે તે ધામની શોભા આ દબાણો બગાડે છે અને ઠેર ઠેર ઓટલા રવેશ, રેકડી પથારા માર્ઝિન વગર બાંધકામ કોમર્શિયલ રેસીડન્સ આડેધડ મંજુરી થી ને મંજુરી વગર બાંધકામના દબાણ ઉપર નગરપાલિકાનુ કોઇ નિયંત્રણ નથી.