Mysamachar.in-સુરત:
અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં મસાજ પાર્લરની આડમાં ઘણું બધું ચાલતું રહે છે અને સૌ સંબંધિતોની પાંચેય આંગળીઓ આ બિઝનેસમાં ઘી માં છે, આથી આ ક્ષેત્રમાં પણ લાંચ અને હપ્તા સહિતની બાબતો ચાલતી રહેતી હોય છે. આવા વધુ એક કિસ્સામાં એક વચેટિયો ઝડપાયો છે, જે ક્રાઈમ બ્રાંચના લોકરક્ષક વતી લાંચ લેવા ગયો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચમાં લોકરક્ષકની નોકરી કરતાં ધીરૂ નકા ઠાકરીયાએ એક ધંધાર્થીને એમ કહ્યું કે, તારે મસાજ પાર્લર શરૂ કરવું છે, તેની જાણકારીઓ મળી છે. ચાલુ કરી દે. તને હેરાન નહીં કરીએ. રૂ. 25,000 ફલાણાની સાથે મોકલાવી દે. આ ધંધાર્થી લાંચ આપવા ઈચ્છતો ન હતો, આથી તેણે ACBનો સંપર્ક કર્યો, ACB દ્વારા છટકું ગોઠવાયું. ક્રાઈમ બ્રાંચના લોકરક્ષક વતી રોનક મણિલાલ ત્રિવેદી લાંચના રૂપિયા લેવા પહોંચ્યો. રંગેહાથ ઝડપાઈ ગયો. ACBએ આ વચેટીયા પાસેથી લાંચની આ રકમ રિ-કવર કરી અને વચેટીયા તથા લોકરક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. સુરત શહેરમાં આ ટ્રેપ વડોદરા ACB દ્વારા ગોઠવવામાં આવી હતી.(symbolic image)

























































