Mysamachar.in-અમરેલી
આજના આધુનિક જમાનામાં દરેક પાસે સ્માર્ટફોન છે, પણ આ સ્માર્ટફોન પૈકીના કોઈ ફોન જયારે બ્લાસ્ટ થાય તો મુસીબતમાં વધારો થઇ શકે છે, અમરેલી જીલ્લામાં આવી જ એક ઘટના આજે સામે આવી અમરેલીના રાજુલાના છતડિયા ગામના માવજીભાઈ કવાડ નામની વ્યક્તિ ઘરે હતા ત્યારે તેમના હાથમાં રહેલો મોબાઈલ અચાનક ફાટતાં તેમને આંગળીઓમાં ઇજા પહોંચી હતી. મોટો અવાજ સાંભળી પરિવાર એકઠો થયો હતો. મોબાઈલ ફાટી જવાની ઘટનાથી સૌ કોઈ ચોંકી ઊઠ્યા હતા. અને ઇજાગ્રસ્ત માવજીભાઈ કવાડને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોબાઈલની તમામ સાધનસામગ્રી બહાર નીકળી જવા પામી હતી, પરંતુ કયા કારણોસર મોબાઈલ ફાટ્યો એ હજુ સુધી જાણી શકાયું નથી.