mysamachar.in-દેવભૂમિ દ્વારકા:મીઠાપુર
જામનગર અને દ્વારકા જિલ્લામાં જાણે ઘર કરી ચુકેલા એક બાદ એક બોગસ તબીબો નો ભાંડાફોડ થઇ રહ્યો હોય તેમ દેવભૂમિદ્વારકા જીલ્લાના મીઠાપુર સુરજકરાડીમા થી સ્થાનિક પોલીસે ડીગ્રી વિના તબીબ ની દુકાન ચલાવતા એક તબીબ ને ઝડપી પાડી ને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
મીઠાપુર સુરજકરાડી વિસ્તારમાં બસસ્ટેન્ડની બાજુમાં રમણીકભાઈ ગોકલદાસ સુખડીયા નામના ૬૬ વર્ષીય વૃદ્ધ પોતા પાસે તબીબી પ્રેક્ટીસ અંગેની લાયકાત ના હોવા છતાં પણ એલોપેથિક દવાઓ દર્દીઓને આપી તેની સારવારના નામે જનઆરોગ્ય સાથે ચેડા કરતાં આ તબીબ ને મીઠાપુર પોલીસે તેના કબજામાંથી ૯૭૮૮ ની કીમતનો એલોપેથીદવાઓ નો જથ્થો ઉપરાંત ૩૨૦ ની રોકડ મળી કુલ રૂપિયા ૧૦૧૦૮ના મુદામાલ સાથે અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે,
આરોગ્ય વિભાગ શું કરે છે.?
એક બાદ એક બોગસ તબીબો દેવભૂમિ દ્વારકા જીલ્લાના વિવિધ વિસ્તારોમાં થી ઝડપાઈ રહ્યા છે,અને આ કાર્યવાહી પોલીસ કરી રહી છે,ત્યારે જિલ્લાનું આરોગ્ય વિભાગ અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે તે સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે.