Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
હાલારના તીર્થક્ષેત્ર દ્વારકા શહેરનો સૌથી મોટો જન સમુદાય ધરાવતા રઘુવંશી (લોહાણા) સમાજના ટ્રસ્ટમાં સમગ્ર હાલારના અને ગુજરાતભરમાં જાણીતા ચહેરાઓ નિર્મલ સામાણી અને પરેશ ઝાખરીયાનો ટ્રસ્ટી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે રાત્રે દ્વારકાના ગૌશાળા પરિસરમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અને યુવા રઘુવંશીઓ તેમજ વડીલો ઉપરાંત મહિલા મંડળની ઉપસ્થિતિમાં દ્વારકા લોહાણા મહાજન કે જે છેલ્લા આશરે પાંચ દાયકાથી કાર્યરત છે, તેવા સમાજલક્ષી સેવાઓના સમુદ્ર સમાન ટ્રસ્ટમાં લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ સંજય રાયઠઠ્ઠા તથા ડો. નીતિન બારાઈ અને હેમલ ગોકાણીએ સર્વાનુમતે મતે જાણીતા ઉદ્યોગપતિ અને હોટેલ સહિતના વ્ય્વસ્યાઓ સાથે સંકળાયેલ નિર્મલ સામાણી અને રાજકારણ, પત્રકારત્વ તેમજ હોટેલના બિઝનેશ સાથે સંકળાયેલા પરેશ ઝાખરીયાની મહાજન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે સમાવેશ કરવાની જાહેરાત કરી હતી.
ઉપરોક્ત નામોને જાહેરાત વિજય ભાયાણી દ્વારા કરવામાં આવતા ગરબા ઘૂમી રહેલા રઘુવંશીઓમાં આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં ઉપસ્થિત બંને યુવા કાર્યકરોનું આવકાર સાથે સન્માન કરી, રઘુવંશી સમાજના અગ્રણી રમણભાઈ સામાણી, ચંદુભાઈ બારાઈ, ઈશ્વરભાઈ ઝાખરીયા, વિનુભાઈ સામાણી, વામનભાઈ ગોકાણી તથા જયંતીભાઈ પાબારી, નરેન્દ્રભાઈ કક્કડ, અરવિંદભાઈ રાયમગીયા વિગેરે દ્વારા તેઓને આવકારી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
નવનિયુક્ત ટ્રસ્ટી નિર્મલભાઈ સામાણી હાલ લોહાણા મહા પરિષદ તથા લોહાણા જ્ઞાતિની અનેકવિધ સંસ્થાઓ તેમજ બિલ્ડર્સ તરીકે સેવારત છે. તેમના દ્વારા નિયમિત રીતે વિવિધ પ્રકારની સામાજિક સેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે. ત્યારે પરેશભાઈ ઝાખરીયા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટ પદે સેવાઓ આપી રહ્યા છે. તેઓ છેલ્લા આશરે બે દાયકાથી ભારતીય જનતા પાર્ટીના સક્રિય આગેવાન, નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ, વિગેરે સાથે હાલ દ્વારકા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે કાર્યરત છે.
બંને નવનિયુક્ત ટ્રસ્ટીઓના નિર્ણય માટે યુવા રઘુવંશીઓ અને વડીલોની મહત્વની ભૂમિકા
દ્વારકા લોહાણા મહાજન ટ્રસ્ટના વધુ ને વધુ વિકાસ માટે નવરાત્રિના ગરબા મહોત્સવ દરમિયાન લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ સાથે ખાસ કરીને રઘુવંશી યુવાનોએ તેમજ વડીલોએ પરામર્સ કરીને સંયુક્ત રીતે લેવામાં આવેલા નિર્ણય ફક્ત દ્વારકા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ-દુનિયાના લોહાણા સમાજ માટે પ્રેરણા રૂપ છે. વર્તમાન ટ્રસ્ટી જીતુભાઈ દાવડા અનિવાર્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા. પરંતુ તેમના દ્વારા પણ આ નિમણૂકને સહમતિ સાથે પત્રના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.