Mysamachar.in-અમરેલી
સામાન્ય લોકોના ફેક ફેસબુક એકાઉન્ટ બનવાના કેટલાય કિસ્સાઓ સામે આવે છે, પણ ગુજરાતમાં આશ્ચર્ય પમાડે અને આ શખ્સને જાણે કોઈનો ડર ના હોય તેમ એક IPS અધિકારીના નામનું બોગસ ફેસબુક એકાઉન્ટ બન્યાનું સામે આવતા જ ગણતરીની કલાકોમાં આ શખ્સ સુધી પોલીસ પહોચી ગઈ છે, વાત કઈક એવી છે કે અમરેલી જિલ્લા પોલીસ વડાના નામનું બોગસ ફેસબુક આઈડી બનાવી આપત્તિજનક કોમેન્ટ કરનારા એક શખ્સની અમરેલી પોલીસે ધરપકડ કરી આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. અમરેલી એસપી નિર્લિપ્ત રાયના ધ્યાન પર આવ્યું હતું કે, તેના નામ અને ફોટોનો ઉપયોગ કરી એક બોગસ ફેસબુક આઈડી બનાવી ગેરઉપયોગ કરવામા આવી રહ્યો છે.
પોલીસે માહિતી મેળવતા ધારી તાલુકાના શિવડ ગામના વિજય સિસણાદા નામના યુવકે આ ફેસબુક આઈડી બનાવ્યું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે આરોપી સામે આઈટી એક્ટની કલમ હેઠલ ગુનો નોંધી ધરપકડ પકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ એસપી નિર્લિપ્ત રાયના નામનું બોગસ ફેસબુક આઈડી બનાવી એસપીના ફોટોનો દુરુપયોગ કર્યો હતો. સાથે બોગસ આઈડી પરથી આપત્તિજનક કોમેન્ટ પણ કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપી વિજય સિસણાદા સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમા ઇ.પી.કો કલમ 469,471,419,501 તથા આઈ.ટી. એક્ટ કલમ 66 (સી) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામા આવી છે.