Mysamachar.in-જામનગર:
ગત્ રોજ 26મી જાન્યુઆરીએ જામનગર મહાનગરપાલિકાએ શહેરકક્ષાની ઉજવણીમાં JMCના ચીફ એકાઉન્ટન્ટ/ટેક્સ વિભાગના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર જીગ્નેશ નિર્મલનું મેયર એવોર્ડથી સન્માન કર્યું છે.આ એવોર્ડ એનાયત કરતી વખતે મેયર વિનોદ ખીમસૂર્યાએ જણાવ્યું કે, ચીફ એકાઉન્ટન્ટ જીગ્નેશ નિર્મલ દ્વારા પોતાની મૂળ ફરજો ઉપરાંત JMC કનેકટ સિટીઝન મોબાઈલ એપ્લિકેશન, ઓફિસર્સ 311 મોબાઈલ એપ તથા વોટ્સએપ ચેટબોટ જેવી ઓનલાઈન સુવિધાઓ શરૂ કરાવવામાં આવી છે.
JMCની તમામ સેવાઓ ઈ-ગવર્નન્સના માધ્યમથી તમામ સેવાઓ ઓનલાઈન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોય આ તમામ ઓનલાઈન સેવાઓને કારણે શહેરીજનોને ખુબ મોટી સુવિધા મળી છે, આ તકે મેયરે વધુમાં જણાવ્યું કે, જીગ્નેશ નિર્મલ 22 કરતાં વધુ વર્ષથી JMCમાં ઉત્કૃષ્ઠ સેવાઓ આપી રહ્યા છે. આ કામગીરીઓના આધારે તેમનું મેયર એવોર્ડથી સન્માન કરવામાં આવી રહ્યું છે.






















































