Mysamachar.in-જામનગર:
સમાજ જીવનમાં એવું નથી કે નાના માણસો હાથઉછીના પૈસા લીધા બાદ દેવામાં ગલ્લાતલ્લા કરે મોટાગજાના લોકોને પણ આવી ફાવટ હોય છે. કોઈ વ્યક્તિ પાસેથી ભરોસે મોટી રકમો મેળવી લીધા બાદ તેને પરત કરવા સમયે ક્યારેક ભરોષો કરનારનો ભરોષો તૂટી જવાના કિસ્સાઓ મોટા ગજાના વ્યક્તિઓના પણ સામે આવે છે. જામનગરના નામાંકિત ઉદ્યોગપતિએ ફિલ્મ ડીરેક્ટર પર ભરોષો કરી અને મોટી રકમ આપી પણ રકમ પરત કરવી ફિલ્મ પ્રોડ્યુસરને ના ગમતી હોય મામલો કોર્ટ સુધી પહોચ્યો છે.
જામનગરના જાણીતા ઉધોગપતિ અશોકભાઈ લાલને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મોટા ગજજાના પ્રોડુયુસરો, ડાયરેક્ટરો તથા ટોચના કલાકારો સાથે ઘરોબો છે એવામાં હિન્દી ફિલ્મ જગતના મોટા પ્રોડુયુસર, ડાયરેક્ટર તથા લેખક એવા અનિલ શર્માને ફિલ્મ નિર્માણ માટે મોટી રકમની જરૂરત પડતા અનિલ શર્માએ અશોકભાઈ લાલને જણાવતા અશોકભાઈ લાલએ સંબંધના દાવે અનીલ શર્માને મોટી રકમ હાથ ઉછીની આપેલ અને જે રકમ પરત ચૂકવવા અનિલ શર્માએ અશોકભાઈ લાલને ચેકો આપેલા. જે રકમની અનેકવાર ઉઘરાણી કરવા છતાં અનિલ શર્મા યેનકેન પ્રકારે ખોટા બહાના કાઢી સંબંધોનો ઉપયોગ કરી હાથ ઉછીની આપવામાં આવેલ રકમ ચૂકવવામાં ઠાગાઠેયા કરતો હતો
જેથી હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલા ચેકો પૈકી અશોકભાઈ લાલે એ ₹10,00,000 ના ત્રણ ચેકો પોતાની બેંકમાં ડિપોઝિટ કરાવતા ત્રણેય ચેકો OTHERS-INOPERATIVE ACCOUNT ના સેરા સાથે પરત ફરેલ જેથી અશોકભાઈ એચ લાલે પોતાના એડવોકેટ પિયુષ વિ. ભોજાણી હસ્તક અનિલ શર્માને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબ ચેક રિટર્નની નોટિસ પાઠવેલ જે નોટિસ બજી જવા છતાં પણ અનિલ શર્મા દ્વારા કોઈ રકમની પરત ચુકવણી કરવામાં આવેલ નહીં
જે બાદ ના છૂટકે અશોકભાઈ એચ. લાલે જામનગરની કોર્ટમાં અનિલ શર્મા વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકની કલમ 138 મુજબ ચેકરિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ચેક રિટર્નના કેસોમાં અશોકભાઈ લાલ વતી ભોજાણી એસોસિયેટ્સના ધારાસભ્ય પિયુષ વી. ભોજાણી ભાવિન વી. ભોજાણી કિશોરી ડી. ભટ્ટ, ભાવિન જે રાજદેવ, આદિત્યદાન એસ ગઢવી, અર્શ વાય કાસમાની, સચિન યુ. જોશી, અલકા પી નથવાણી, જાનકી ગાગિયા તથા કૈલાશ નંદાનિયા રોકાયેલા છે.

























































