Mysamachar.in-જામનગર:
હાલાર પંથક માટે ચિંતાની બાબત એ છે કે છોકરીઓના ગુમ થવાના બનાવ વધી રહ્યાં છે,છોકરાઓ પણ ગુમ થાય છે,પરંતુ છોકરાઓની સંખ્યાના પ્રમાણમાં સાત ગણી સંખ્યામાં છોકરીઓ ગુમ થાય છે,વયસ્કો (યુવતિઓ, સ્ત્રીઓ, મહિલાઓ) પણ ગુમ થાય છે,તેમાં ગત વર્ષમાંથી હજૂ 54 સ્ત્રીઓ પરત મળી નથી તેઓનું શું થયું હશે? તે પ્રશ્ર્ન પણ કંપાવી દેનારો બની શકે છે.
જિલ્લાની મીટીંગમાં છોકરા છોકરીઓ ગુમ થવાની બાબતે ધારાસભ્ય દ્વારા સવાલ પુછાયો હતો, ત્યારે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા જણાવાયું હતું કે ગત વર્ષમાં 5 છોકરા અને 35 છોકરીઓ ગુમ થઇ હતી,આ ગુમ થયેલા તમામ બાળકો પરત મળી આવ્યા નથી.પરત મળ્યાની વિગત પણ પોલીસ વિભાગે જણાવી હતી. પરંતુ તમામ બાળકો પરત ન મળે, બીજી તરફ શહેર અને જિલ્લામાંથી મળીને દર અઠવાડીયે 3 સ્ત્રીઓ ગુમ થાય છે.ગત વર્ષમાં ગુમ થયેલી 147માંથી 54 સ્ત્રીઓ મળી આવી નથી.આ માત્ર રેકર્ડ ઉપર નોંધાયેલા આંકડા છે.તે સિવાય ઘણા ખરા કિસ્સાઓમાં પરિવારજનો ફરિયાદ નોંધાવતા ન હોય તેવી સંખ્યા પણ નોંધપાત્ર હોય શકે છે.
-ક્ષણીક આવેશમાં નાસેલા પરત આવે છે ,પોતાની મેળે
યુવાન છોકરા-છોકરી જે દરેક વસ્તુ સમજે છે,તેમ મનાય છે…તેમજ પરણીત કે ઉંમરલાયક સ્ત્રી-પુરૂષો જે ગુમ થયા બાદ પરત મળી આવે છે,તે મોટા ભાગના પોતાની મેળે જ પરત મળે છે પોલીસ વિભાગની ખાસ કંઇ તે માટે જહેમત હોતી નથી.પરણીત સ્ત્રી-પુરૂષો ઝઘડો થવાથી ભાગી જતા હોય છે.તે મોટા ભાગના ગુસ્સો શાંત થતા પરત આવી જાય છે.ઉપરાંત જે યુવતિઓ પરિવારની મંજુરી વગર સગાઇ લગ્ન માટે ભાગી જઇ ગુમ થાય છે તે પણ મોટા ભાગે સમજણ આવી જાય ત્યારે પરત આવી જાય છે.કરજા, ભય, દૂશ્મની વગેરે કારણસર ગયેલામાંથી પણ અમુક સ્વયં પરત આવે છે (અમુક કિસ્સામાં દુ:ખદ રીતે આત્મહત્યા કે હત્યાના બનાવ કે કાયમ માટે ગુમ થઇ જવાના કિસ્સા પણ બને છે.)