Mysamachar.in-
જામનગર થી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જીલ્લો બોક્સાઈટ માટે ખુબ જાણીતો જીલ્લો છે, જેટલો બોક્સાઈટ માટે જાણીતો છે તેનાથી વધુ બોક્સાઈટ ચોરી માટે પણ જાણીતો છે, બોક્સાઈટ ઉપરાંત દરિયાઈ રેતી સહિતની સંપદાઓ પણ આ જીલ્લામા છે, પણ છેલ્લા કેટલાક સમયથી ખાણખનીજ વિભાગની કચેરીનું જાણે અસ્તિત્વ ના હોય તેમ આ જીલ્લાના ભાણવડ તાલુકાના વિસ્તારો અને કલ્યાણપુર તાલુકાના વિસ્તારોમાં બેફામ ખનીજચોરી થઇ રહી છે, અને સરકાર ને કરોડોનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે,
ના માત્ર સ્થાનિક ખાણખનીજ વિભાગ પણ અન્ય તંત્રો જેવા કે પોલીસ મામલતદાર સહિતની કચેરીઓ પણ ખનીજચોરી સામે આંખ આડા કાન કરી રહી છે, કેટલાક ચોરી કરનાર પર રાજકીય આકાઓના હાથ છે એટલે ત્યાં તંત્ર ના હાથ હેઠા પડી જાય પણ…જ્યાં કોઈની ભલામણ નથી જે જમીનો ખોદી ખોદીને ખનીજને ટેસથી કાઢવામાં આવીને સરકારને લાખોનો ચૂનો ચોપડાઇ રહ્યો હોય ખાણખનીજ વિભાગ સમયાંતરે કેસો કરે છે, પણ તે કેસો ચોરીના પ્રમાણમાં કેટલા તે જાહેર થતું નથી. ખરેખર જેટલા કેસો થવા જોઈએ તે થાય તો ખનીજચોરી ખરેખર બંધ થઇ જાય અને સરકારની તિજોરીને મોટો ફાયદો થાય પણ અહી ઉલટું છે પોતાના ખિસ્સા ભારે કરવા મથતા તંત્રને સરકારી તિજોરીની નહિ પણ પોતાના ખિસ્સાની ચિંતા સતાવી રહી છે એટલે જ બધું ચાલે છે.