Mysamachar.in-જામનગર
દેશના ગૃહમંત્રાલય દ્વારા થોડા સમય પહેલાં જ “zoom” નામની એપને અસુરક્ષિત જાહેર કરવામાં આવી હતી ત્યાર પછી દેશભરમાં પોલીસ વિભાગ દ્વારા લોકો સાથે સાઇબર ક્રાઇમના ગુન્હા બને નહીં તે માટે આ એપ વિશેની જાણકારી દરેક જિલ્લાના પોલીસવડાના નેજા હેઠળ જાહેર કરવામાં આવી હતી, ત્યાં સુધી કે જામનગર સાઇબર સેલ દ્વારા “zoom” એપ સુરક્ષિત નથી તેવી ખાસ તાકીદ કરવામાં આવી હતી અને આ નોંધ આજની તારીખે પણ સાયબર સેલ દ્વારા જામનગર પોલીસના ફેસબુક પેજ પર અવિરત જાહેર રાખવામાં આવી છે,
વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સરકાર સલાહ આપી રહી છે, તેમજ “zoom” નામની સુરક્ષિતના હોય ઉપયોગ નહીં કરવા જાણવામાં આવે છે, તેવામાં આ બાબત જામનગર જિલ્લા ભાજપના જવાબદાર ટેકનિકલ સ્ટાફને પણ ધ્યાને આવ્યા વગર રહી નહીં હોય તેમ છતાં જામનગર જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે એટલે કે રવિવારે તારીખ 19 એપ્રિલના રોજ 11:00 કલાકે “zoom” એપ્લિકેશન દ્વારા જીલ્લાના આગેવાનો સાથે આ એપ વડે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાજપના અગ્રણીઓ દ્વારા સંવાદ કરવામાં આવશે તેવું જાણવા મળે છે,
આશ્ચર્યની બાબત તો એ છે કે જેની સરકાર છે તે જામનગર ભારતીય જનતા પાર્ટી શું આ બાબત વાકેફ્ નહિ હોય.? પાર્ટીના અપેક્ષિત લોકો માટે જ આ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે, જેમાં ભાજપાના અગ્રણીઓ પીએમ ફંડ તેમજ મુખ્યમંત્રી રાહત ફંડ તેમજ પાર્ટી દ્વારા ચાલતા વિવિધ સેવાયજ્ઞ અને પ્રદેશમાંથી આપવામાં આવેલ સુચનાઓની ચર્ચાઓ કરશે આ વિડીયો કોન્ફરન્સમાં જોડાવવા માટે જામનગર જિલ્લા ભાજપ દ્વારા ટેકનિકલ માહિતી તથા લિંકની વિગતો અપેક્ષિતોને જણાવવામાં આવી છે સાથોસાથ એવી તાકીદ પણ કરવામાં આવી છે કે આ લીંક ને અન્ય કોઈ સાથે શેર કરવી નહીં,
પરંતુ બહુ છાનું રહે નહિ તેમ આ સંદેશો સોશિયલ મીડિયામાં પ્રસારિત થતા તજજ્ઞો પણ ચોકી ઉઠયા હતા કેમકે કેન્દ્રની ભાજપ સરકાર અને તેમના જ ગૃહ વિભાગ દ્વારા “zoom” એપ ને સુરક્ષિત ગણવામાં આવતી નથી તેમ છતાં જામનગર જિલ્લા ભાજપ દ્વારા આ એપનો ઉપયોગ આવતીકાલના video conference ના કાર્યક્રમ માટે કરવામાં આવનાર છે તો જામનગર જિલ્લા ભાજપનો ઉદ્દેશ ભલે સારો હોય પણ આવી અસુરક્ષિત એપનો વપરાશ ના કરે તે પણ ઇચ્છનીય છે, કારણ કે આવા સમયમાં કોઈપણ આવી એપનો ઉપયોગ કરીને મુશ્કેલીમાં મુકાઈ શકે છે, “zoom” એપનો ઉપયોગ કરવા અંગે google તેના કર્મચારીઓને ચેતવણી પણ આપી હતી અગાઉ પણ અમેરિકાની અવકાશ સંશોધન નાસા અને સ્પેસ એક્સ એ પણ “zoom” નો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું કેમકે આ એપ ડેટા ચોરી લેતા હોવાની ફરિયાદો પણ સમયાંતરે ઉઠી હોવાનું સાયબર ક્રાઈમ નિષ્ણાતો માને છે.