Mysamachar.in-જામનગર:
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગતવર્ષ એક તો અપૂરતો અને અનિયમિત વરસાદ પડતા ખેડૂતોની સ્થિતિ કેવી કફોડી છે,તે સૌ જાણે છે,વધુમાં આ વર્ષ પણ હજુ સુધી તો ચોમાસાનું આગમન પણ નથી થયું ત્યાં જ કલ્યાણપુર તાલુકાના ખેડૂતો સાથે વેપારીએ લાખોની છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકે નોંધાઈ છે,જેમાં દસેક જેટલા ખેડૂતો આગળ આવ્યા છે,પણ કેટલાય ખેડૂતો સાથે આ પ્રકારની છેતરપીંડી થઇ હોવાનું ફરિયાદી ખેડૂત ટેલીફોનીક જણાવે છે,
વાત એવી છે કે કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા અને ખેતીકામ કરતાં સવદાસભાઈ પોસ્તરીયા સહીત ૧૦ જેટલા ખેડૂતો એ જીવાભાઈ ગોજીયા નામના ભોગાત ગામના વેપારી વિરુદ્ધ ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવી છે,જીવાભાઈ જે વેપારી છે તેને સવદાસભાઇ સહિતના કેટલાય ખેડૂતો પાસેથી પોતે મગફળીના વેપારી હોય મગફળી ખરીદ કરેલી અને જે રીતે આ વિસ્તારમાં એક અઠવાડિયામાં પૈસા આપવાની સિસ્ટમ છે,તે પ્રમાણે એક અઠવાડિયામા ખેડૂતોને પૈસા ના આપી જુદા-જુદા બહાનાઓ લાંબા સમયથી બનાવતા હતા,
મહિનાઓ સુધી રાહ જોયા બાદ પણ વેપારી દ્વારા ખેડૂતોને પૈસા ચુકવવામાં નાં આવતા ફરિયાદી સવદાસભાઇ ના ૯.૫૦ લાખ મળી અન્ય ખેડૂતોની રકમ ૪૫ થી ૫૦ લાખ જેટલી થવા જાય છે,તેમ પણ ફરિયાદી જણાવે છે,આમ ખેડૂતોને કપરા સમયમાં વિશ્વાસમાં લઇ વેપારીએ મગફળી તો લઇ લીધી પણ પૈસા ના આપતા આ વિસ્તારના ખેડૂતો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી થઇ છે,આ મામલે સવદાસભાઇ સહિતના ખેડૂતોની ફરિયાદને આધારે કલ્યાણપુર પોલીસે કલમ ૪૦૬-૪૨૦ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે,