Mysamachar.in-જામનગર :
જામનગર શહેર અને આસપાસની સરહદો તેમજ નજીક આવેલ દેવભૂમિ દ્વારકા જીલ્લામાંથી અવારનવાર માદક દ્રવ્યોની હેરાફેરી અલગ અલગ એજન્સીઓ દ્વારા ઝડપી પાડવામાં આવતી હોય છે, ગતરાત્રીના પણ આવું જ એક સફળ ઓપરેશન નેવી ઇન્ટેલિજન્સ અને એનસીબી ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.જેમાં કરોડોની કિમતના એમડી ડ્રગ્ઝને ઝડપી પાડીને તેના મૂળ સુધી પહોચવા વિવિધ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ મુંબઈથી જામનગર શહેરમાં આવેલા શખ્સ પાસેથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે..શહેરના શરૂ સેક્શન રોડ પર રાત્રિના સમયે આરોપી નેવી ઇન્ટેલિજન્સની ઝપટે ચડ્યો છે, જેની પૂછપરછમાં અન્ય ત્રણના નામો ખુલ્યા હોવાનું પણ સામે આવે છે.અને આ ડ્રગ્ઝ મુંબઈથી આવ્યાનું પણ સામે આવ્યું છે.જો કે જામનગર પોલીસ આ ઓપરેશનથી અજાણ હોવાનું સામે આવ્યું છે.હવે અલગ અલગ તપાસ એજન્સીઓ આ ડ્રગ્ઝમાં કોની કોની સંડોવણી છે સહિતના મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરી છે.