mysamachar.in-
ઓખા આસપાસ કેટલાય એવા ટાપુઓ આવેલા છે કે જ્યાં જવા પર પ્રતિબંધ તંત્ર દ્વારા સુરક્ષા સહિતના કારણો ને લઈને ફરમાવવામાં આવેલ છે,છતાં પણ કેટલાક લોકો આવા પ્રતિબંધિત ટાપુઓ પહોંચતા હોય છે,આવો જ એક કિસ્સો સામે આવ્યો છે,જેમાં ઓખાના મીઠા ચુસણા ટાપુ પર પ્રવેશ કરનાર ૧૪૦ જેટલા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે,ઓખાના મીઠાચુસણા ટાપુ આવેલો છે તે ટાપુ પર જવું હોય તો પૂર્વ મંજુરી લીધા સિવાય જઈ શકાતું નથી છતાં પણ ૧૪૦ જેટલા લોકો જાહેરનામાનો ભંગ કરી અને આ ટાપુ પર પહોંચ્યા હોવાની માહિતી તંત્રને લાગતા તંત્ર દ્વારા આ અંગે પોલીસ મથકમાં 11 લોકોના નામ સહીત ૧૫૦ ઈસમો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.