Mysamachar.in-અમરેલી
દિવસે ને દિવસે લાંચિયા બાબુઓના કિસ્સાઓ વધતા જાય છે, પણ અમરેલીમાં સામે આવેલો એક કિસ્સો એટલે આશ્ચર્યજનક છે, જેમાં ખુદ વિભાગના કર્મચારીઓએ પોતાના જ વિભાગના કર્મચારીને લાંચ લેવામાં ના છોડી ડ્રાઈવર પાસેથી લાંચ લેતા ઝડપાઈ જવા પામ્યા છે, એસીબીએ કરેલ ટ્રેપની વિગત કઈક એવી છે કે આ કેસના ફરીયાદી અમરેલી એસ. ટી. ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા હોય જેઓને છેલ્લા એક માસથી નોકરી નહી આપી પ્રાપ્ત રજા ગણવામાં આવતી હોઈ, જેથી ફરીયાદીએ ATI તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણને મળી પોતાની નોકરી લખવા રજુઆત કરતાં નોકરી લખવા પેટે ATI એ 7,500/- ની લાંચની માંગણી કરી જે તે સમયે 2,500/- સ્વીકારેલ અને બાકીના રૂ.5,000/- પગાર થયા બાદ આપવાનો વાયદો કરેલ જે પેટે ફરીયાદીનું એ. ટી. એમ. કાર્ડ ડ્રાઈવર તરીકે જ ફરજ બજાવતા સુનીલભાઈ જશવંતભાઈ રાઠોડએ લઈ લીધેલ અને બાકીના રૂ.5,000 સ્વીકારતા પંચોની હાજરીમાં ATI અને તેને મદદગારી કરનાર ડ્રાઈવર ઝડપાઈ જતા એસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.