Mysamachar.in-છોટાઉદેપુર:
ગુજરાતમાં દારૂબંધી ભલે ને હોય પણ પોલીસ જ પોલીસ મથકમાં પોલીસ દારૂની પાર્ટીઓ કરે, કોઈ પોલીસ કર્મીઓ દારુ ભરેલ વાહનનું પાઈલોટીંગ કરે તો દારૂના કેસમાં ઝડપાયેલાઓને પોલીસ મદદ કરવા લાંચ પણ માંગે છે, આવો જ વધુ એક કિસ્સો છોટા ઉદેપુરથી સામે આવ્યો છે, જેમાં એસીબીએ લાંચ લેતા હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે જ્યારે મહિલા પીએસઆઈની શોધખોળ કરવામાં આવી રહી છે,
આ કેસમાં ફરીયાદી પર ઈંગ્લીશ દારુનો કેસ કરેલ હોય જે ગુનાના કામે અટક કરવાના હોય કોર્ટમાં જલ્દી રજુ કરવા, સવલત આપવા માટે રૂ.40,000ની લાંચની માંગણી છોટા ઉદેપુર જીલ્લાના કરાલી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર અમૃતલાલ વસાવાએ કરેલ હતી, જે રકઝકના અંતે રૂ. 35,000 આપવાના નક્કી થયેલ. જે લાંચની રકમ ફરીયાદી આરોપીઓને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરતા હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર અમૃતલાલ વસાવાએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.35,000ની લાંચની માંગણી કરેલ અને સ્વીકારતા પહેલા તેને એ મહિલા પીએસઆઈ આર.જે.ચોટલીયા સાથે ટેલીફોનથી હેતુલક્ષી વાત કરી હેડ કોન્સ્ટેબલે ફરીયાદી પાસેથી રૂ.35,000 સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ જઈ એકબીજાના મેળાપીપણામાં લાંચની માંગણી કરતા ઝડપાઈ ચુક્યા હોય એસીબીએ ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.