Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
થોડા દિવસો પૂર્વે કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ નજીક કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા રાજેશભાઈ હમીરભાઈ ગોરિયા જે ભાટિયા મુકામે રહે છે,તેઓ ભોગાત ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓની સ્વીફ્ટ કાર રોઝ્ડું આડું ઉતરતા પલ્ટી મારી ચુકી હતી અને રાજેશભાઈની કારની ડેકીમા ૨૧ લાખની રોકડ ભરેલો થેલો પણ હતો,
અકસ્માતની ઘટના બાદ કારને પણ નુકશાન પહોંચ્યું હતું,જે બાદ રાજેશભાઈ છેલ્લા કેટલાય દિવસોથી જે સ્થળ પર અકસ્માત થયો હતો ત્યાં અને તેની આસપાસના વિસ્તારમાં પણ ૨૧ લાખ રૂપિયા ભરેલ થેલો શોધતા હતા,પણ પૈસા ભરેલ થેલો મળી ના આવતા તેવોએ કલ્યાણપુર પોલીસ મથકમાં રૂપિયા ૨૧ લાખ રોકડની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.