Mysamachar.in-વલસાડ:
દમણનો દારૂ આખા ગુજરાતમાં, રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ પિવાય છે એ હકીકત લગભગ બધાં જ જાણે છે પરંતુ દમણ-ગુજરાત વચ્ચે થતી આ માલની ખેપ બહુ ઓછા કેસમાં ઝડપાતી હોય છે. આવી દમણ-જામનગર વચ્ચેની એક ખેપ વલસાડ નજીક ઝડપાઈ ગઈ છે.
વલસાડ પોલીસે જાહેર કરેલી વિગત અનુસાર: દમણથી રાકેશ નામના કોઈ શખ્સે રૂ. પાંચ લાખની કિંમતનો દારૂ દમણથી જામનગર આવી રહ્યો હતો ત્યારે, વલસાડ રૂરલ પોલીસે આ માલ ઝડપી લીધો. આ માલ જામનગરના બુટલેગર મહંમદ અફઝલ કાદર સમા (ટીટા ફળી, સૈયદ અલીપીર દરગાહ પાસે)એ મંગાવેલો. આ માલ ટ્રક નંબર જીજે-10-ટીવી-5035માં ભરેલો હતો. આ માલ વેસ્ટ પાવડરની બાચકીઓની આડમાં ટ્રાન્સપોર્ટ થતો હતો. ટ્રક ચાલકનું નામ રઈશ હનીફ જમાલ બલોચ (ખોજા નાકુ, બાગ-એ-મોહમદી, ટીટોડીવાડી, બંગલાવાડી) અને કલીનરનું નામ યાકુબ ગુલામ હુશેન દોસમહંમદ દરઝાદા જાહેર થયું છે.
અશોક લેલેન્ડ કંપનીનો આ ટ્રક નેશનલ હાઈવે-48 પર ધમડાચી નજીક ઝડપાયો. બાતમી એવી હતી કે, એક ટ્રક દમણથી સુરત જવા નીકળેલ છે તેમાં અંગ્રેજી શરાબ છે. ટ્રકની તપાસ કરતાં તેમાંથી વ્હીસકી અને બિયરની 9,600 બોટલ મળી આવી. ટ્રક ચાલક તથા ક્લીનરની અટકાયત થઈ છે અને દમણના રાકેશ તથા જામનગરના બુટલેગર મહંમદને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ ઓપરેશન પોલીસ ઈન્સ્પેક્ટર બી.ડી.જિતિયાની ટીમે પાર પાડ્યું.