Mysamchar.in-દેવભૂમિ દ્વારકા:
લોકોના જાન માલ અને સુખાકારીનુ રક્ષણ કરવુ, જાહેર સુલેહ શાંતિ જાળવવી અને કાયદાઓના પાલન કરાવવા એ પોલીસ વિભાગની ફરજ છે, અમુક કર્મચારીઓ તે ચુકી જતા હોવાથી અનેક સ્થળોએ ગેરરીતિઓ ફુલી ફાલી છે, જેની જવાબદારીમા આ બાબતની કાળજીલેવાનુ આવે છે તેવા પોલીસ કર્મચારીઓ સામે ક્યારેક પગલા પણ લેવાય છે,
વાત છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જ્યા અમુક સ્થળોએ ખનીજ ચોરી,દેશી વિદેશી દારૂ ની રેલમછેલ, જુગાર, ચીલઝડપ, છેડતી, મારામારી,ધાકધમકી, અનેક કાયદાઓના ભંગ થતા હોય તેવી બાબતો બનતી હોવાના આક્ષેપો થઇ રહ્યા છે, ત્યારે ફરજમા એક યા બીજી રીતે ગાફેલ રહેતા હોય તેવા ૬ પોલીસ કર્મચારીઓ સામે તપાસ ચાલુ છે જે પુરી જ થતી નથી….!
-બીજા વિભાગમા પણ બધા દુધે ધોયેલા નથી..
આવુ જ પંચાયતમા, વીજવિભાગ વગેરેમા છે, પરંતુ તપાસ પુરી થતી નથી અમુક વિભાગના કર્મચારી સસ્પેન્ડ છે, તેની તપાસ પુરી કરી ચાર્જશીટ પરા કરાયા નથી એકંદર કોઇને વધુ સમીક્ષા કરવી હોયતો અમુક વખતે લાલીયા વાડી ચાલે છે તેમ કહી શકાય.