mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
જામનગર ખંભાળિયા હાઈવે પર આજે બપોરના સુમારે બે ઇકોકાર સામસામે અથડાઈ જતા કુલ ૧૦ જેટલા લોકોને ઇજાઓ પહોચતા તેવોને સારવાર અર્થે પ્રથમ ખંભાળિયા હોસ્પિટલ અને જે બાદ ચાર જેટલા લોકોને ગંભીર ઇજાઓ પહોચતા તેવોને વધુ સારવાર માટે જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે,સૂત્રોમાં મળતી વિગતો મુજબ ઘાયલોમાં થી ૨ ઈજાગ્રસ્તો તો એલઆરડી ની પરીક્ષા આપીને પરત થઇ રહ્યા હતા તેવોને પણ ઇજાઓ પહોચી હોવાનું જાણવા મળી રહ્યું છે.