Mysamachar.in-જામનગર:
જામનગર રાજકોટ હાઈવે પર ફલ્લા ગામ નજીક ગતરાત્રીના સમયે એક ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રક હાઈવે પર આવેલ ફલ્લા બસ સ્ટેન્ડમાં ઘુસી જતા ફલ્લા બસ સ્ટેન્ડ અને આસપાસની દુકાન અને કેબીનનો ભુક્કો બોલી ગયો હતો તો ટ્રક ડ્રાઈવર પર અંદર ફસાઈ જતા ક્રેઇનની મદદથી લાશ બહાર કાઢવામાં આવી હતી વહેલીસવારે પણ આ કાટમાળ વેરવિખેર જોવા મળ્યો હતો.