Mysamachar.in-અમરેલી:
રાજ્યમાં નકલી અધિકારીઓ, નકલી કચેરીઓની ભરમાર વચ્ચે વધુ એક નકલી પોલીસ બનીને ફરતો ઇસમ અસલી પોલીસને ઝપટે ચઢી ગયો છે, અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તાર ખોટી રીતે પોલીસની ઓળખ ઉભી કરી એક ઈસમ ફરતો હતો. અમરેલી એલસીબી દ્વારા પોલીસ યુનિફોર્મ પેહરેલા વ્યક્તિની પૂછપરછ કરતા આ વ્યક્તિ પોલીસકર્મી ન હોવા છતાં પોલીસકર્મીનો યુનિફોર્મ પહેરીને નકલી પોલીસ બનીને ફરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે યુનિફોર્મ કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
હાલ સીટી પોલીસે આરોપી ઉમેશ રાહુલભાઈ વસાવાની ધરપકડ કરી છે. આ ઈસમે કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.અસલી પોલીસે નકલી પોલીસના કબજામાંથી ગુજરાત પોલીસનો યુનિફોર્મ પોલીસ કેપ, બેલ્ટ, બુટ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ 1000 મળી કુલ રૂ.4000નો મુદામાલ કબ્જે લીધો છે. કોઈ વ્યક્તિ સાથે છેતરપીંડી કરી છે કે કેમ.? પોલીસે તપાસનો દૌર આગળ ધપાવ્યો છે.