ડીજીટલ માર્કેટીંગના મુળભૂત અંગો વિશ્વસનીયતા અને પૂર્તતા છે તેમ જણાવી મુળ જામનગરના અને મીડલવેર કંપની અમદાવાદના જુદી જુદી આઇ.ટી.સ્કીલ્સને લીડ કરતા સોફ્ટવેર એન્જીનિયર કેવલ બી.ભોગાયતાએ ઉમેર્યુ હતુ કે એ.આઇ.વિકસે છે ત્યારબાદ સચોટ પ્રશ્ર્નોનું-પ્રોમ્પ્ટ એન્જીંનયરીંગ હવે વિકસી રહ્યુ છે
તાજેતગમાં ડેવ. બીટીએસ (ડેવલપમેન્ટ બિહાઇન્ડ ધ સીન) યુ ટ્યુબ ચેનલ માટે તેમણે સીનીયર ડીજીટલ માર્કેટર ઇલા બંધીયાનો ઇન્ટરવ્યુ લીધો હતો તેને સારો પ્રતિસાદ મળવાની સાથે સાથે આ તકે ડીજીટલ માર્કેટીંગના મુલ્યો પ્રસ્થાપીત કરવાનો પ્રયાસ સફળ રહ્યો હતો.
સમયાંતરે આ યુટ્યુબ ચેનલ ઇન્ફર્મેશન ટેકનોલોજીના વિકસતા ક્ષેત્રના સફળ એક્સપર્ટસના ઇન્ટરવ્યુ પ્રસારીત કરે છે ત્યારે ડીજીટલ માર્કેટીંગને આઇટી ફીલ્ડની વિશેષતાઓમાંનુ એક ગણાય છે તે દિશામાં સૂચનો રજુ કરાયા હતા. ખાસ કરીને ડીજીટલ માર્કેટીંગ (ડી.એમ.)પ્રમાણીકતા, પારદર્શકતા અને ઠોસ માહિતીના મુળભૂત સિદ્ધાંત સાથે કામ કરે છે જે ટકાઉ છે.
માન્યતાઓ અને જરૂરીયાતના દ્રષ્ટીકોણથી વેબસાઇટ/પોર્ટલ જોનારની દ્રષ્ટી સતત કંઇક શોધતી હોય છે તે શોધ પરીપુર્ણ કરતુ વિશ્ર્વાસુ ડીજીટલ માર્કેટીંગ લાંબો સમય સુધી ટકાઉ રીતે તેના લક્ષ્ય સુધી પહોંચતા રહે છે. તે બાબતે ઇલા બધીયા સીનીયર ડીજીટલ માર્કેટરે વધુમાં જણાવ્યુ હતુ કે ટેકનીકાલીટી સ્વીકારીને આ ક્ષેત્રમાં વર્ષો સુધી સ્થિરતા પ્રાપ્ત કરી શકાય છે એકસરખી માહિતીઓ ધરાવતી અસંખ્ય વેબસાઇટસના આ યુગમાં પ્રોપર કી વર્ડ, સોલીડ કન્ટેન્ટ, શ્રેષ્ઠ સંજ્ઞા અને માર્કેટીંગના ના મુળભૂત નિયમોની પારદર્શીતા હોય તે ડીજીટલ માર્કેટીગ સફળ થાય છે તે આપણા રોજ બરોજના વપરાશમાં પણ આપણે જોઇએ છે સાથે સાથે જે ઓપરેટ કરવુ ઇઝી હોય તેવી પ્રસ્તુતિ વધુ સફળ થાય છે જે ગ્રાહકોની જીજ્ઞાસાઓની પુષ્ટી કરે છે . હા વેબસાઇટ અપડેશન એ પણ મહત્વનો મુદો બની રહે છે જે વેલ્યુએડીશન આપે છે. તેમજ પ્રમાણીકતા સાથેની ગુડ પ્રેકટીસીસનુ પાલન ખૂબ જરૂરી છે અને વર્ગીકૃત લીંક ના બદલે ગુણવતા હાલના સમયમાં ખૂબ ડીમાન્ડમાં છે
આ ક્ષેત્રમાં મલ્ટીપલ ચેનલ માર્કેટમાં છે જેમાં કંઇક ને કઇ અલગ હોય છે તે વિવિધતા વચ્ચે ઝડપથી કોઇ સ્વીકારવુ અઘરૂ બને છે ત્યારે ઓન પેજ વધુ કવરેજ ખૂબ મહત્વનુ છે તે યુઝર્સને આકર્ષે છે અને વેબસાઇટ ડેવલપમેન્ટ તેનો એક પ્રકાર છે ઉપરાંત પ્રોડક્ટ એન્ડ સર્વિસીસનુ આત્મવિશ્ર્વાસ સાથે પ્રેઝન્ટેશન ડીજીટલ માર્કેટના પાયામાં છે તેમ પણ સિનિયર ડીજીટલ માર્કેટર ઇલા બંધીયાએ આ તકે જણાવી ઉમેર્યુ હતુ કે
તેના મહત્વના ટુલ્સમાં સમયની બચત થાય તેવી ઝડપી વેબસાઇટ ખૂબ લીડ કરતી હોય છે તેમ સોશ્યલ શેરીંગથી પ્રસ્થાપીત થયુ છે એ.આઇ. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સના ઉપયોગમાં ઘણી વખત આપણે શ્રેષ્ઠ આઉટપુટ નથી મળતુ ત્યારે એઆઇ નવા સવાલ અને નવી જીજ્ઞાસાની પુર્તિ કરવાની સાથે પ્રસ્તુત થાય છે તે પણ ડીજીટલ માર્કેટીંગનો સફળતાનો નિયમ બની જાય છે. સર્ચ એટલે શોધવુ હંમેશા મહત્વનુ છે એ અંગે જુદી જુદી આઇટી સ્કીલને લીડ કરતા સોફટવેર એન્જીનિયર કેવલ બી. ભોગાયતાએ એ પણ વધુમાં વધુ લોકોની જીજ્ઞાસા સંતોષાય તે મુજબની પ્રશ્ર્નોતરી વખતે એમ પણ જણાવ્યુ હતુ કે સીનીયર માર્કેટરની એ વાત મહત્વની છે કે પ્રશ્ર્નોની વિવિધતા અને મક્કમતા દર્શાવતી પ્રોમ્પ્ટ એન્જીનિયરીંગ ફેકલ્ટી હાલ ડેવલપ થઇ રહી છે. કેમકે માહિતીઓ વધે છેવતેમ જીજ્ઞાસા વધે છે તેને સોફ્ટ બેઝથી સચોટ સવાલોમાં પરીવર્તીત કરવુ ખૂબ મહત્વનું હોય છે.






















































