Mysamachar.in-અમરેલી:
રાજ્યમાં માર્ચ એન્ડીંગમાં એન્ટી કરપ્શન બ્યુરો પણ હિસાબી વર્ષના જાણે ટાર્ગેટ પુરા કરવામાં લાગ્યું હોય તેમ એક બાદ એક જીલ્લાઓમાં સફળ ટ્રેપ થઇ રહી છે. એવામાં અમરેલી જીલ્લાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ લાંચ લેતા બે પોલીસકર્મીઓ પણ એસીબીને હાથ ઝડપાઈ ચુક્યા છે, આ કેસની એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસમાં ફરીયાદીના મિત્રની પત્થરો ભરેલ ટ્રક નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજયભાઈ ભાયાભાઈ બાંભણીયા આર્મડ કોન્સ્ટેબલ નાગેશ્રી પો.સ્ટે. જિ.અમરેલી વર્ગ-3 રોકી જવા દીધેલ.અને ફરિયાદી પાસે નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ફરિયાદીના મિત્રની પત્થરો ભરેલી ટ્રકો મહિને ચાલવા દેવા માટે એક ટ્રક દીઠ 1000 લેખે પાંચ ટ્રકોના 5000ની માંગણી કરેલ…
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનાં છટકાનું આયોજન કરતા આ કામના વિજયભાઈ ભાયાભાઈ બાંભણીયા આર્મડ કોન્સ્ટેબલ નાગેશ્રી પો.સ્ટે અને ગંભીરસિંહ મહોબતસંગભાઈ ચાવડા અનાર્મ એ.એસ.આઈએ ફરીયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી વિજય બાંભણિયાએ 5000 ની લાંચની માંગણી કરી, સ્વીકારી તથા ગંભીરસિંહ ચાવડાએ મદદગારી કરી બન્ને લાંચિયાઓ ઝડપાઈ જતા એસીબીએ બન્ને વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.