Mysamachar.in-અમરેલી
ફોન અને મેસેજ દ્વારા મીઠી-મીઠી વાતો કર્યા બાદ હનીટ્રેપમાં ફસાવતી ટોળકીઓ રાજ્યના કેટલાય જિલ્લાઓમાં સક્રિય છે, તાજેતરમાં જ અમરેલીમાં બેંક કર્મચારી ને hi darling લખેલા મેસેજનો જવાબ આપવો યુવતીને ભારે પડ્યા બાદ મામલો પોલીસ મથકે પહોચ્યો હતો અને પોલીસે આ ગેંગને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડી અને હનીટ્રેપનો પર્દાફાશ કર્યો છે, પોલીસે અમરેલી તાલુકાના બાબાપુર તરવડા ગામની વચ્ચે હનીટ્રેપમાં ફસાવી ખંડણી માટે કરાયેલ અપહરણના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી આરોપીઓ પાસેથી રોકડા 1,65,000 રૂપિયા, કાર અને મોબાઈલ એમ કુલ મળીને 5 લાખ 80 હજારનો મુદ્દામાલ અમરેલી એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો છે.
આ ગુન્હામાં મહિલા સહિત ચાર આરોપીઓ હની ટ્રેપના ગુનાઓ આચરવામાં માહિર હોવાનું જાણવા મળે છે, અમરેલી તાલુકાના બાબાપુર નજીક ભોરીંગડા ગામના વિજય પરમારને હનીટ્રેપમાં ફસાવી ત્યાં બોલાવી તેમનું અપહરણ કર્યું અને જૂનાગઢ ખાતે લઇ જવામાં આવ્યા. જૂનાગઢ જઇ તેમને માર મારી તેમની પાસેથી રૂપિયા પાંચ લાખની ખંડણી માંગવામાં આવી ત્યારે ફરિયાદી વિજયભાઈએ દોઢેક લાખની વ્યવસ્થા કરી આપી અને ત્યારબાદ બીજા દોઢ લાખ રૂપિયા આંગડીયા મારફતે મોકલી આપવાની વાત કરી.
તો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં હનીટ્રેપને અંજામ આપતી આ ગેંગની મહિલા સૌથી પહેલા જે તે વ્યક્તિને ગૂડ મોર્નિંગનો મેસેજ કરે અને ગૂડ મોર્નિંગ બાદ ‘હાઈ કેમ છો ડાર્લિંગ’ આવો મેસેજ કરવામાં આવે અને ત્યારબાદ હવે ‘તમે મને ન ઓળખો’ એમ કરી વાતને આગળ ચલાવે અને ત્યારબાદ પોતાના વિશે જણાવતા ‘મારું નામ મનીષા પટેલ છે’ તેમ કહી પોતાના વિશે તમામ માહિતી આપીને હનીટ્રેપમાં ફસાવે છે.
અમરેલીના જે બેંક કર્મચારીની ફરિયાદ નોંધાઈ હતી તેમાં તેમને વિડીયોકોલ મારફતે લલચાવી રૂબરૂ મળવા બોલાવેલા અને અમરેલી તાલુકાના બાબાપુર ખાતેથી તેમનું અપહરણ કરવાના કિસ્સામાં પાંચેય આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ પાંચે પકડાયેલા આરોપીમાં મનિષા પટેલ એ અલગ અલગ પોતાના નામથી અલગ-અલગ જિલ્લામાં લોકોને હનીટ્રેપ પ્રેમ જાળમાં ફસાવતી હતી, ત્યારે પોલીસે પૂછપરછ કરતા તેમને માહિતી મળી કે તેમણે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ધારી અને અમરેલી એમ અમરેલી જિલ્લામાં ત્રણ વખત લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.
આ સિવાય રાજકોટ અમદાવાદ ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં હંસાબા, મનિષા પટેલ જેવા વિવિધ નામોથી અનેક લોકોને ફસાયા હોવાનું પોલીસે જણાવ્યું છે. પકડાયેલા આરોપી પર નજર કરીએ તો કુલ પાંચ આરોપીને આ કામમાં પોલીસે ઝડપી પાડયા છે. જેમાં બટુક ઉર્ફે રણવીર નારાયણભાઈ મોરપુરા (રહેવાસી કુબા વિસાવદર તાલુકો) અને શબાના ઉર્ફે હંસાબા ઉર્ફે મનિષા પટેલ જે અમીરખાન બાબીના વાઈફ છે અને સુખનાથ ચોક જુનાગઢ ના રહેવાસી છે.










